Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાના ચોરખાનામાં સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો

પંચમહાલ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ગમે તે રીતે દારૂ લાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને ખરીદવામાં પણ આવે છે. પોલીસની રેડથી બચવા માટે બૂટલેગરો તથા ગુજરાતમાં દારૂ ઘૂસાડનારા અને વેચનારા એવા એવા પ્રયાસો કરે છે કે જાણીને ચોંકી જવાય. ત્યારે પંચમહાલમાં ફરી એક વખત ઓટો રીક્ષાનાં ચોર ખાનામાં સંતાડી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે.

રીક્ષાની ડ્રાઇવર સીટ પેસેન્જર સીટ સ્પીકર સહિત ઘણી જગ્યાઓ પર ચોર ખાનુ બનાવીને તેમાં દારૂ સંતાડી લઇ જવાતો હોય છે. ત્યારે પંચમહાલ તાલાકુના શહેરા તાલુકાના અનિયાદ ચોકડી પાસેથી ઓટો રીક્ષામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે નાકાબંધી દરમિયાન રીક્ષામાંથી ચોરખાનુ પકડી પાડ્યું હતું. રીક્ષામાં લઇ જવાતા રૂપિયા 71400ના દારૂ સાથે 2 વ્યક્તિની એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે રીક્ષાને તપાસી તો અનેક જગ્યાએ ચોરખાના મળી આવ્યા હતા. ખુદ પોલીસ પણ આ ચોરખાના જોઈને ચોંકી ગઈ હતી. સીટથી લઈને સ્પીકર સુધીની જગ્યાઓમાં દારૂની બોટલ સંતાડવામાં આવી હતી.

ગઈકાલે પંચમહાલમાં આઈસરમાં ચોર ખાનું બનાવીને દારૂની થતી હેરાફેરીની તરકીબ એલસીબી પોલીસે ઝડપી પાડી હતી. દારૂની હેરાફેરીની તરકીબનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત પોલીસની એક સપ્તાહની દારૂની ડ્રાઇવ ચાલુ રહી છે. જેમાં લિસ્ટેડ બુટલેગરો દારૂના અડ્ડા ચલાવતા સાહિતની સામે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે. દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા ડ્રાઇવ કરવાનો DGPનો આદેશ છે. તેમજ સપ્તાહ દરમિયાન કરાયેલી રોજેરોજની કામગીરીનો અહેવાલ DGP ઓફિસને આપવા આદેશ કરાયો છે.

(4:39 pm IST)