Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અમદાવાદમાં બીજા દિવસે રીયલ એસ્ટેટ ફાયનાન્સ અને કાપડના વેપારી ઉપર તપાસ ચાલુ

૧ કિલો સોનું ૭ કરોડ રોકડા અને ૧૭ બેંક લોકર ઉપર તપાસ

અમદાવાદ તા. ૧૬: ગઇકાલે ઇન્કમટેકસ વિભાગના ૧૩૪ અધિકારીઓની જુદી જુદી ટીમે પ્રહલાદનગર, કાલુપુર, એસજી હાઇવે, મકરબામાં કાપડના ત્રણ વેપારી, છ જમીન દલાલો અને ફાઇનાન્સરના ૧૬ ઠેકાણે દરોડા પાડી સાત કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આઇટી વિભાગે સર્ચમાં એક કરોડનું સોનું અને ૧૩ બેન્ક લોકર પણ પકડયાં છે. આ કાર્યવાહી આજે બીજા દિવસે પણ ચાલુ રહી છે. જેમાં હજુ વધુ પ્રમાણમાં બેનામી વ્યવહારો અને મિલકતો મળવાની શકયતા છે.

ગઇકાલની કાર્યવાહી દરમિયાન મુખ્ય ફાઇનાન્સર શિવકુમાર ગોગિયા ટેકસની રકમ જમીન દલાલો અને ફાઇનાન્સરને આપી જમીનો તેમજ ફલેટમાં રોકી પછીથી તેનું વેચાણ વ્યવહારો વિભાગને મળ્યા હતા.

લેડીઝ ડ્રેસ મટીરિયલના વેપારી શિવકુમાર ગોગિયા, મોહનલાલ મગરાણી, વિજયકુમાર મગરાણી, જમીન દલાલ રામભાઇ, ભુરાભાઇ, દીપક રામભાઇ ભરવાડ, અનિલ મેવાડા અને સુરેશ રણછોડભાઇ ઠકકર (બિલ્ડર), ધીરેન રામભાઇ ભરવાડ, ધવલ અરવિંદ તેલી, અનિલ રામભાઇ ભરવાડ, શિવકુમાર લક્ષ્મણદાસ ગલોગિયા, મોહનલાલ કાલુમલ મગરાણી, વિજયકુમાર મગરાણી, મગરાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી, કાલુપુર આ તમામ સ્થળોએ બીજા દિવસે પણ રેડની કાર્યવાહી ચાલુ છે.

(3:58 pm IST)