Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદના પૂર્ણ નિર્ણય

ગાંધીનગર : બિન સચિવાલય કલાર્કની રદ થયેલ પરીક્ષા હવે તા. ૧૭ નવેમ્બરે લેવાશે અને ધો. ૧ર ના છાત્રો પણ પરીક્ષા આપી શકશે તેમ રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યુ હતું કે રાજય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય પરત ખેંચ્યો છે.

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓના ભાવિ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હાલ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય રદ કર્યો છે. આ પરીક્ષા હવે ફરીથી ધોરણ ૧૨ની લાયકાત સાથે યોજાશે. એટલે કે, કેન્સલ કરાયેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા હવે તા. ૧૭ નવેમ્બરે ધોરણ-૧૨ ના લાયકાત મુજબ જ યોજાશે. વાલી અને વિદ્યાર્થીઓની રજુઆતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય બદલવામાં આવ્યો છે.

પરિક્ષા વિશે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ૩૭૭૧ જગ્યા ભરવા માટે ગોૈણ સેવા પસંદગી મંડળને કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે સામાન્ય વહીવટી વિભાગને સુચના આધારે ગોૈણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ કરાઇ હતી, ત્યારે મુખ્યમંત્રીશ્રીથી માંડીને તમામ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.

યુવાનો તરફથી બધાની લાગણીઓ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવી હતી, જેને પગલે પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો છે. હવે ઘોરણ ૧૨ પાસ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પણ  પરીક્ષા આપી શકશે. સરકારે ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે બહાર પાડેલું સ્નાતક કક્ષાનું નોટિફીકેશન મુલત્વી રાખવાનો પણ મેળવી લીધો છે.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભઇ રૂપાણીની સરકર સંવેદનશીલ છે અને પ્રજાના હિતમાં રાજય સરકાર કોઇપણ નિર્ણય બદલે છે. અને યુવાનોના હિત માટે રાજય સરકાર કટિબધ્ધ છે.

ખરા અર્થમાં સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રી કોને કહેવાય? જે લોકહિત માટે ત્વરિત નિર્ણયો લઇ શકે અને જરૂર પડ્યે નિર્ણય બદલી પણ શકે. વિજયભાઈ રૂપાણીની રાજય સરકાર બિલકુલ જડ નથી અને પૂર્ણતૅં ચેતનવંતી છે તેનો વધુ એક પુરાવો આજે મળ્યો. બિન-સચિવાલય કલાર્કની તાજેતરમાં રદ્દ થયેલી પરીક્ષા તારીખ ૧૭/૧૧/૨૦૧૯ ના રોજ લેવાની જાહેરાત આજે થઈ છે અને હવે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે, તેવી જોગવાઈ રખાઈ છે. આ નિર્ણયની જાહેરાત થતા જ નોકરીના ઉમેદવારોમાં આનંદ પ્રસરી ગયો છે.

પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય પરત ખેંચાતા ફરી વખત પુરવાર થયું છે કે, રૂપાણી સરકાર લોકોની લાગણી તેમની જરૂરિયાતો અને યુવાવર્ગની આવશ્યકતાઓ સુપેરે સમજે છે, એ મુજબ જ નિર્ણયો લે છે. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ  રૂપાણીને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા છે.

(3:19 pm IST)