Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ત્રિદિવસીય વ્યસનમુકિત રેલી, શિબિર તથા સંસ્કાર શિબિર યોજાઇ : જરૂરીયાત મંદ બહેનોને નિઃશુલ્ક સિલાઇ મશીન વિતરણ કરાયા

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મોખાસણ ખાતે ત્રિદિવસીય વ્યસન મુકિત શિબિર, રેલી તેમજ સંસ્કાર શિબિર યોજાઇ હતી.

માનવ સેવા અભિયાન અંતર્ગત જરૂરીયાતમંદ બહેનોને કબોલ ખાતે પપ નંગ સિલાઇ મશીન વિતરણ કરાયા હતા.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે ભારતીય વૈદિક સંસ્કૃતિ ઓોમની છે. એ ઓમની સંસ્કૃતિમાં જીવ પ્રાણી માત્રામાં શુભ ભાવ રહેલો છે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એમાં આ ભાવ રહેલી છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રબોધબા સિધ્ધાંતોમાં અઢારે આલમને અપનાવી છે. અત્યારે ઓમની સંસ્કૃતિમાં આતંકવાદ પોતાના વિકરાળ પંજો કોઇને ભરખી ન જાય એ માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનને  પ્રાર્થના.

વધુમાં જણાવ્યું હતું કે અત્યારે વ્યસનો એન વહેમમાં, કુરિવાજોમાં પ્રજા આંધની દોટ મુકી રહી છે માટે તેનાથી બચવું નિવ્યર્સની મનુષ્ય જ જીવનમાં ઉંચા શિખરો સર કરી સફળતા પ્રાપ્ત કરે છે. તેવું સદ્ગુરૂ ભગવત્પ્રિયદાસજી સ્વામી મહંતશ્રીની યાદીમાં જણાવાયુ઼ છે.

(2:31 pm IST)