Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પેટાચૂંટણી ટાણે જ અમદાવાદથી બે ટ્રનોનું ઉદ્ઘાટન કરાતા વિવાદ :આચારસંહિતાનો ભંગ થયાની રાવ

ટ્રેનના રૂટમાં બે વિધાનસભા બેઠકો અમરાઈવાડી અને બાયડ આવે છે

અમદાવાદ : પેટાચૂંટણી ટાણે જ અમદાવાદથી બે ટ્રનોનું ઉદ્ઘાટન કરાયું છે આ બંને ટ્રેનનો વિસ્તાર હાલમાં અમરાઈવાડી અને બાયડમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ મામલે આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કોંગ્રેસ આ મામલે ભાજપને ઘેરવાના મૂડમાં છે

    અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનના ઉદ્દઘાટનથી વિવાદ થયો છે. આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર નવી ટ્રેનનુ ઉદ્ધઘાટન થયુ હતું. જેમાં સાંસદ કિરીટ સોલંકી, બીજલ પટેલ સહિત નેતાઓ હાજર હતાં. પરંતુ કોંગ્રેસ દ્વારા આ અંગે ભાજપ સરકારે આચારસંહિતાનો ભંગ કર્યો છે તેવા આક્ષેપ થયા છે.

  અમદાવાદથી હિંમતનગરની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનના રૂટમાં બે વિધાનસભા બેઠકો અમરાઈવાડી અને બાયડ આવે છે. અમદાવાદથી હિંમતનગર અને વડનગરથી મહેસાણાની ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. તેમજ કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવશે

   મહેસાણાથી વડનગર વચ્ચે બ્રોડગેજ લાઇનનું કામ પૂરું થયા બાદ પોણા ત્રણ વર્ષ બાદ આજથી ફરી ટ્રેન સેવા શરૂ થઇ કરાઈ છે. બપોરે 2 વાગે મહેસાણા રેલવે સ્ટેશનથી ડેમુ ટ્રેનને લીલીઝંડી આપી રવાના કરાઇ હતી. આ ટ્રેન બુધવારથી રવિવાર સિવાયના દિવસમાં બે વખત મહેસાણાથી વડનગર અને વડનગરથી મહેસાણાના ફેરા કરશે.

(7:40 pm IST)