Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

વડોદરામાં બેન્ક ઓફ બરોડા એટીએમ બપોરે 1થી 5 બંધ હોવાનો દાવો:કંટાળેલ શખ્શનો વિડિઓ વાયરલ

જાણી જોઈને મેનેજર દ્વારા એટીએમ બંધ કરી દેવાનો આક્ષેપ

 

વડોદરામાં બેન્ક ઓફ બરોડા એટીએમ સુવિધાથી કંટાળેલા એક શખ્સનો વીડિયો વાયરલ થયો છે. બપોરે થી માં એટીએમ બંધ હોવાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.

 શહેરના આજવારોડ અને વાઘોડિયા રોડ પર ગ્રાહકોને એટીએમમાં તકલીફ થઈ રહી હોવાની વાત કરવામાં આવી છે. જાણી જોઈને મેનેજર દ્વારા એટીએમ બંધ કરી દેવાનો આક્ષેપ કરાયો છે. સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનુ વિડિયોમાં રજૂઆત કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં બેંક પાસે પુરતા નાણાં હોવાની પણ વાત કરવામાં આવી છે

(12:29 am IST)
  • 'ગરદન કાપી નાખીશ ' કહેવું મોંઘુ પડ્યું : હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ : જાનથી મારી નાખવાની ધમકી,મુખ્ય જનપ્રતિનિધિ હોવા છતાં કથિત અમર્યાદિત ભાષાનો ઉપયોગ અને માનવાધિકારોનું હનન કરવાની પરશુરામ જન કલ્યાણ સંસ્થાનના મુખ્ય સંયોજક જ્યોતિ પ્રકાશ કૌશિકની ફરિયાદ પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે access_time 12:41 am IST

  • સુલતાન ઓફ જોહોર ૩૫ જુનિયર હોકી ટુર્નામેન્ટમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે : ભારતે ન્યુઝીલેન્ડને ૮-૨થી કચડી નાખ્યુ હતુ access_time 12:59 pm IST

  • નાણામંત્રીનો આરોપઃ મનમોહન તથા રઘુરામ રાજનના સમયમાં સરકારી બેંકો ખાડે ગઇ હતીઃ એ વખતે મોટા લોકોની લોન ૧ ફોનથી મંજૂર થઇ જતીઃ અમે બેંકોની હાલત સુધારી access_time 3:52 pm IST