Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

નવા મોટર વ્હીકલ એકટનો અમલ શરૂ : શું જોગવાઈ?

આજથી રાજયભરમાં નવો મોટર એકટ લાગુ થશે. આ ટ્રાફિક નિયમનું પાલન નહી કરવામાં આવે તો આકરો દંડ થશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે નહીં રાખો તો આકરો દંડ થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી અમુક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે નવા દંડ શું છે ?

રાજયની સત્ત્।ા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા છે. કલમ-૨૦૦ હેઠળ રાજય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. મોટર વ્હીકલ એકટના નવા નિયમો ૧૬ સપ્ટેમ્બર આજથી લાગૂ પડશે.

નવા નિયમ પ્રમાણે હેલ્મેટ, લાયસન્સ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર નવાદંડ લગાવવામાં આવ્યા છે. ત્રિપલ સવારી, ઓવરસ્પીડિંગમાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વીમા, RC બુક વિના વાહન ચલાવવા પર પણ દંડ છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સરકારે આ દંડ લાગુ કર્યો છે. જોકે PUC વિના ૩૦ સપ્ટેમ્બર સુધી જૂના નિયમ પ્રમાણે દંડ થશે. એચએસઆરપી નંબર પ્લેટ માટે પણ એક માસની સમય મર્યાદા છે.

અડચણરૂપ પાર્કિંગ, ડાર્ક ફિલ્મ મુદ્દે રૂ.૧૫૦૦ના દંડની જોગવાઈ છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરાશે તો રૂ. એક હજાર દંડ થશે. અવાજનું પ્રદૂષણ અને ભારે હોર્ન માટે રૂ.૧૦૦૦ નો દંડ છે. જાહેર સ્થળે રેસ કરવા પર રૂપિયા ૫-૧૦ હજારની દંડની જોગવાઈ છે. ઇમરજન્સી વાહનોને સાઇડ નહીં આપો તો રૂપિયા ૧૦૦૦ દંડ થશે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવા પર માન્યતા છે. સ્થળ પર દસ્તાવેજ ન હોય તો ૧૫ દિવસમાં તેની રજૂઆત કરી શકાશે. ભયજનક રીતે વાહન ચલાવવા બદલ થશે અધધ દંડ... જાણો નવા દંડના નિયમો અને ફેરફારો...

શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ?

(1:20 pm IST)