Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે : 10 જેટલા ગામોનો સંપર્ક વિહોણા બન્યા :હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ

બારડોલીઃ ઉપરવાસમાં એકધારા વરસાદથી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ડેમના 13 જેટલા દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદીમાં બે કાંઠે વધી છે
   બારડોલી તાલુકાના હરિપુરા ગામે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા નદીના સામે પાર આવેલા ઉન, કોસડી, ગોડાવાડી, ખંજરોલી તેમજ પુના સહિતના 10 જેટલા ગામોનો બારડોલીથી સીધો સંપર્ક તૂટવા પામ્યો છે. આ ચોમાસામાં હરિપુરા લો લેવલ કોઝવે ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે. અને હાલ તો કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
ઉકાઈ ડેમમાંથી 1.43 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી હાલ તાપી નદીમાં છોડાય રહ્યું છે ત્યારે તાપી નદી જાણે ગાંડી તુર થઈ છે અને તાપી નદીના કિનારે આવેલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાઉ થતા જ સામે પાર આવેલા 10 જેટલા ગામોના લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદવા માટે પણ 30 થી 35 કિલોમીટરનો ફેરાવો ફરવો પડે છે

(12:54 pm IST)