Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

અમદાવાદના સરદારનગરમાં ઓફિસમાં દારૂની મહેફિલ માણતા છ ઝડપાયા: કાર -ટુ વહીલર સહીત 15 લાખનો મુદામાલ જપ્ત

પકડાયેલ દિપુ પહેલા પણ ખંડણી માંગવાનાં ગુનામાં ઝડપાયો હતો

અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે રાજ્યમાં મોટાપાયે દારૂ ધૂસાડતાં બુટલેગરો પણ સકંજામાં આવતા હોય છે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાઇ રહ્યાં છેત્યારે અમદાવાદમાં સરદારનગરમાં એક ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણતા 6 લોકો ઝડપાયા છે ,ઝડપાયેલ એક વ્યક્તિ દિપુ પહેલા પણ ખંડણી માંગવાનાં ગુનામાં ઝડપાયો છે. તેમની પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાંચની બિયરની બોટલ તથા બે ટીન મળ્યા છે  ઉપરાંત એક કાર અને બે ટુ વ્હિલર સાથે મળીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે.

  આ અંગે મળતી વિગત મુજબ સરદારનગર પોલીસને બાતમી મળી હતી કે દિપુ જય માતાજીની ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જે બાદ પોલીસે ત્યાં દરોડા પાડતા 6 લોકોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ લોકો પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાચની બિયર બોટલ અને બે ટીન મળી આવ્યાં છે. આ ઉપરાંત એક કાર અને બે ટુવ્હિલર મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે.આ લોકોનો  મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે બાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. સરદારનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસે રાજપથ ક્લબ પાછળ આવેલા બેંકવેટ હોલમાં દરોડા પાડીને દારૂ પીધેલી હાલતમાં 8 લોકોને ઝડપી પાડ્યાં હતા. આ મામલામાં પણ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક યુવકો બેન્કવેટમાં દારૂ પીધેલા છે જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. રાજપથ ક્લબ પાછળ આવેલા બેંકવેટ હોલમાં આવેલા રેડ હેડઓક સ્ટેટ બેંકવેટમાં વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને લોકોને ઝડપી પાડ્યાં હતાં

(12:03 pm IST)