Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

બનાસકાંઠા :સામુહિક લાયસન્સ કેમ્પ યોજાયો :200 વિદ્યાર્થીઓને સ્થળ પર લાયસન્સ અપાયા

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુલ ખાસ હાજર : ટ્રાફિક નિયમોનું પાલન કરવાની વિદ્યાર્થીઓએ બાંહેધરી આપી

બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોની વિદ્યાર્થીઓમાં સજાગતા આવે અને તેઓને સરળતાથી લાયસન્સ મળી રહે તે માટે એક સંસ્થા દ્વારા લાયસન્સ કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓને સ્થળ પર જ લાયસન્સ એનાયત કરવામાં આવ્યા હતા

 સામૂહિક લાયસન્સના કેમ્પમાં RTO કચેરીમાં કર્મચારીઓએ પર ઓફિસ સમય કરતા વહેલા આવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.આ સામૂહિક લાયસન્સ કેમ્પમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુલ પણ ખાસ હાજર રહ્યા હતા. જ્યારે લાયસન્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપી હતી

(8:33 pm IST)