Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગુંદલાવ પોલીસ ચોકીના કોરોના વોરિયર્સ જવાનોનું સન્માન: ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અવસરે સન્માન કરાયું

ધમડાચી ગ્રામ પંચાયત દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ , પીએસઆઈ એન.ટી.પુરાણી, એએસઆઈ ગિરેન્દ્ર વલવાઈ, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પવાર ,કોન્સ્ટેબલ , પ્રશાંત પટેલ , અનિલ રાઠોડ , દિલીપ ચૌધરી પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : કોરોના મહામારી સમયે જે પોલીસ જવાનો પરિવારોની ચિંતા મુકી પ્રામાણિક ફરજ અદા કરી હતી તેનુ ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અવસરે પોલીસ તંત્રનું સન્માન કરવામાં આવ્યું હતું.ધમડાચી ગ્રામ પંચાયત સરપંચ રણછોડ આહિર તેમજ સભ્યો દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ , પીએસઆઈ એન.ટી.પુરાણી તેમજ ગુંદલાવ પોલીસ ચોકીના એએસઆઈ ગિરેન્દ્ર વલવાઈ, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પવાર ,કોન્સ્ટેબલ  પ્રશાંત પટેલ , અનિલ રાઠોડ , દિલીપ ચૌધરી , જીઆરડી આશીકાબેન નાયકા , હેમીલ પટેલ , ઈતેશ બારીયા અને નિવૃત જીઆરડી જગદીશ (મામા )નું સન્માન પત્ર આપી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

(12:31 am IST)