Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

''રણ સરોવર'' પ્રોજેકટ માટે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાથે ''ઓરેવો'' ગૃપના જયસુખભાઇ પટેલની વિસ્તૃત ચર્ચા

શિપીંગ વિભાગના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે પણ ચર્ચા-વિચારણા

રાજકોટ, તા. ૧૬ :  “રણ સરોવર”  પ્રોજેકટ ના અમલીકરણ માટે સરકાર ખૂબ જ સક્રિય બનેલ છે માનનીય શ્રી અમિતભાઇ શાહ તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મીટીંગ થયા બાદ જલ શકિતમિનિસ્ટ્રીના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબે ઓરેવા ગ્રુપના સુપ્રીમો શ્રી જયસુખભાઇ પટેલને રણ સરોવરપર વિસ્તૃત ચર્ચા કરવા માટે દિલ્હી બોલાવેલ અને રણ સરોવર ના દરેક મુદ્દા પર લંબાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવેલ હતી.

પેપર વર્ક સ્ટડી અને રિસર્ચ પૂર્ણ થયા બાદ ઝડપથી ગુજરાતને સારા સમાચાર મળે તેવી આશા સેવાઈ રહી છે

આજ રીતે શિપિંગ વિભાગના મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબે પણ આ પ્રોજેકટ પર શ્રી જયસુખભાઈ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરેલ છે

એક નર્મદા ડેમથી ગુજરાતને કેટલા ફાયદાઓ થયા છે તે ગુજરાતનો દરેક વ્યકિત જાણે છે “રણ સરોવર” રૂપી બીજો નર્મદાડેમ થશે તો ગુજરાત અને દરેક ગુજરાતીઓ માટે ગર્વની વાત થશે.

(4:23 pm IST)