Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

આપણે એક ટુકડો આકાશ નહિ, વિકાસનું આખુ આકાશ જોઇએઃ મંત્રી કોૈશિક પટેલ

ગાંધીનગરના કલોલ ખાતે ધ્વજવંદન કરાવતા મહેસુલ મંત્રી : આઝાદી મહોત્સવ પ્રસંગે મોદી અને રૂપાણી સરકારની કામગીરીનું ગૌરવભેર વર્ણન

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે જિલ્લા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે તિરંગો રાષ્ટ્રધ્વજ લેહરાવ્યા બાદ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા લોકોનું સન્માન કરેલ પ્રસંગની તસ્વીર આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગા અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર,તા.૧૬: જિલ્લાના કલોલ ખાતે યોજાયેલ ધ્વજવંદન સમારોહમાં મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે જણાવેલ છે કેગુજરાતના પનોતાપુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાચે જ કહે છે કે, આઝાદી માટે જાન ન્યોછાવર કરવાનો આપણને અવસર નથી મળ્યો પરંતુ મળેલી આઝાદીમાં જીવીને વિકાસના કાર્યોને વધુ તેજ રફતારથી આગળ વધારવા માટેનો અવસર આપણને મળ્યો છે. આપણે સહુ દેશ માટે જીવવાનો આ અવસર ચરિતાર્થ કરવા માટે આઝાદીના આ પાવન પર્વે સંકલ્પ કરીએ. સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી અનામી સૌ વીર શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓને નતમસ્તક કોટી કોટી વંદન કરીને આપણને મળેલી મહામૂલી આઝાદીને સૌના સહિયારા સાથથી વિકાસના નવા સીમાચિહ્રન ઉપર પહોંચાડવા માટે સંકલ્પબદ્ઘ બનીએ. શ્રી કૌશિક પટેલે ઉદબોધનમાં જણાવેલ કે આજના આ સ્વાતંત્ર્ય દિનના ગૌરવપૂર્ણ દિવસે ગુજરાત સહિત આખા દેશને અદભુત આનંદની અનુભૂતિ એટલા માટે થઈ રહી છે કે ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વેળા મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી. સરદાર સાહેબે ૫૬૨ જેટલાં દેશી રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. અને આજે ગુજરાતના બીજા બે સપૂતો લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સાત-સાત દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને ૩૭૦મી કલમ રદ કરીને એક ઝાટકે હલ કર્યો. આપણા સૌનુ સૌભાગ્ય છે કે, આપણે સૌ આ વિરલ ઐતિહાસિક દ્યટનાના સાક્ષી બની શકયા છીએ.

કરપ્શન સામે આ પારદર્શક સરકારે મજબૂત અને સખત પગલાં લીધાં છે. એન્ટીકરપ્શન બ્યૂરોને વધુ સત્ત્।ાઓ આપીને એના માળખાને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવાયું છે. લાંચ-રુશ્વતના ગુનાઓને શોધવામાં ૧૯ ટકાનો વધારો થયો છે. તમામ વિભાગોનું અને કચેરીઓના ૩૦૦૦ જેટલાં ઈન્ડીકેટર્સનું સીએમ ડેશબોર્ડ દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી સ્વયં પોતાના દ્યરેથી સીધું અને સતત મોનીટરીંગ કરે છે. રાજયની ખાણોની હરાજી ઓનલાઈન કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલ પંપ તેમજ હોટલો માટે પરવાના પ્રથા બંધ કરવામાં આવી છે. રાજયમાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી રાજય સરકારે આપીને ક્રાંતિકારી પગલું લીધું છે. રાજયના ૧.૬૫ કરોડ લોકોને સેવા સેતુના માધ્યમથી સરકારી સેવા તેમના દ્યર આંગણા સુધી પહોંચાડવામાં આવી છે. નકશાઓ અને એનએની મંજૂરી ઓનલાઈન કરવામાં આવી છે. બિલ્ડીંગ બાયલોઝમાં સુધારો કરી તેને ઓનલાઈન કરવામાં આવી છે. એટલે જ આજે આખા ગુજરાતમાં ખૂણે ખૂણામાં લોકો કહી રહ્યા છે કે, વિજયભાઈ અને નીતિનભાઈની આ પારદર્શક સરકાર છે, જયાં ભ્રષ્ટાચાર અને ગેરરિતીને કોઈ સ્થાન નથી.

વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણ માટે આપણે દ્યણું કર્યું છે, અને હજી ઙ્ગદ્યણું કરવાનું બાકી છે. ગુજરાતના ખૂણેખૂણાનો વિકાસ થાય અને પ્રત્યેક ગુજરાતી બાંધવના પરિવારમાં સુખ, સમૃદ્ઘિની ખુશહાલી ચિરંજીવ રહે એ માટે આપણે વિકાસપથ પર ચાલવાનું નથી દોડવાનું છે.આપણે સૌ સાથે મળીને સિદ્ઘિના નવતર સોપાનો સર કરવાના છે. થોડામાં સંતોષ એ આપણી પરિભાષા નથી. આપણે એક ટુકડો આકાશ નહીં વિકાસનું આખું આકાશ લેવું છે.  જનહિતલક્ષી આ સરકારની સાથે પ્રત્યેક ગુજરાતી બાંધવ સદાય ખભેખભા મિલાવીને વિકાસના પથ ઉપર સાથે રહ્યો છે. તેમ મંત્રી શ્રી કૌશિક પટેલે જણાવ્યું હતું.

(4:20 pm IST)