Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અમદાવાદમાં સાયન્સ સિટીમાં એન્ટ્રીના ચાર્જ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો વિરોધ

સરકારે સાયન્સ સિટીને બિઝનેસ હબ બનાવ્યાના મોઢવાડિયાના આક્ષેપ

અમદાવાદ :અમદાવાદ સાયન્સ સિટીના ચાર્જીસ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ આક્ષેપો કર્યા છે. મોઢવાડિયાએ કહ્યું કે, હવે સાયન્સ સિટીની મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ 1850 ખર્ચવા તૈયાર રહેશુ પડશે. વિવિધ ગેલેરી માટે ઊંચી ફી રાખવામાં આવી છે. લોકો વિઝિટ તો શું તે બાજુ ફરકવાનુ ભૂલી જશે તેવું કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે. સાયન્સ સિટીને સરકારે બિઝનેસ હબ બનાવી દીધાનો પણ આક્ષેપ કર્યો છે.

 સાયન્સ સિટીના પ્રકલ્પોને આવતીકાલે વડાપ્રધાન ખુલ્લા મુકશે. પ્રકલ્પો ખુલ્લા મુકાય એ પહેલાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપો કર્યા છે. સાયન્સ સિટીના આકર્ષણો જોવા રૂપિયા 1850નો ખર્ચ કરવો પડી શકે છે. વધુ ફી ના કારણે લોકો વિઝીટના બદલે ડોકાવાનું પણ ભૂલી જશે. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા સાયન્સ સિટીની સ્થાપના થઈ છે. પરંતુ ભાજપ સરકારે સાયન્સ સિટીને બિઝનેસ હબ બનાવી દીધું છે.

સાયન્સ સિટીમાં ફીના દર

  • એન્ટ્રી ફી - ₹50
  • કાર પાર્કિગ ફી - ₹50
  • રોબોટિક ગેલેરી - ₹250
  • એક્વાટિક ગેલેરી - ₹250
  • 3D સ્કેનર/પેન્ટર - ₹500
  • રોબો પેન્ટર - ₹200
  • VR - ₹200
  • 5D થિએટર - ₹150
  • અન્ય રાઈડસ - ₹200
(8:42 pm IST)