Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રાજ્ય સરકારના વર્ગ ૩ ના કર્મચારીઓ હવે નાર્કોટિક્સના કેસમાં સરકારી પંચ બની શકશે

કરાર આધારીત ફિક્સ પગારના કર્મચારીઓને પંચની કામગીરી નહીં સોંપવાનો પણ ઉલ્લેખ

 

અમદાવાદ : નાર્કોટિક્સના કેસમાં સામાન્ય રીતે સ્થળ પર હાજર વ્યક્તિને પંચ બનાવવામાં આવતા હોય છે જોકે આવા વ્યક્તિઓ કોર્ટમાં જુબાની વખતે ફરી જવાના કેસો સામે આવ્યા હોવાથી સરકારે નિર્ણય લીધો છે,

ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં નાર્કોટિક્સ જેવા ગંભીર ગુના વો માં આરોપીઓને સજા થઈ શકે માટે સરકારી કર્મચારીને પંચ બનાવવા નો આદેશ કરાયો છે
સરકારી વિભાગના વડાઓ ને પણ   સૂચના આપવામાં આવી છે કે વર્ગ-૩ના સરકારી કર્મચારીને પંચ બનાવવામાં પસંદગી કરવામાં આવે તો તેની મંજૂરી આપવી
કરાર આધારીત ફિક્સ પગારના કર્મચારીઓને પંચની કામગીરી નહીં સોંપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(12:25 am IST)