Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કેવડિયા આદિવાસીઓના પ્રશ્ને આમ આદમી પાર્ટીને રાજપીપળા ખાતે ધરણાંની મંજૂરી ન મળતા તમામ જિલ્લા મથકે આવેદનની ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયાના આદિવાસીઓના પ્રશ્ન મુદ્દે ભાજપ કોંગ્રેસ સહિતના નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરી છે તેમજ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુભાઈ વસાવા સહિતના આદિવાસી નેતાઓએ કેવડિયા મુદ્દે વારંવાર આવાજ બુલંદ કર્યો છે હાલ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન આજે કેવડીયાના આદિવાસીઓના પ્રશ્નો ને લઈ રાજપીપળા ખાતે જિલ્લા સેવા સદન ખાતે પ્રતીક ઉપવાસ કરવા માટે મંજૂરી માંગી હતી પરંતુ તંત્ર દ્વારા મંજૂરી ન આપી અગેવનો ને નજરકેદ કરાયા હતા જે સંદર્ભે આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈની અઘ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ઊપ્રમુખ ભેસાભાઈ ચૌધરી, નર્મદા જિલ્લા પ્રભારી કે.પી.શર્મા, અર્જુન ભાઈ રાઠવા પ્રભારી, રાજપીપળા શહેર પ્રમુખ ઇફતેકાર ખત્રી ઉપસ્થિત રહ્યા હતા
                 આવેદન માં જણાવ્યું હતું કે આજે ૧૬ જુલાઈ ના રોજ રાજપીપળા મુકામે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ કિરણ ભાઈ વસાવા તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ડૉ અર્જુનભાઈ રાઠવા દ્વારા આદિવાસીઓની સમસ્યાઓને અંગે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ અને પ્રવાસન નિયમ અધી નિયમ ૩૦૧૯ ના કાળા કાયદાના વિરોધમાં માટે જિલ્લા કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પોલીસ પ્રશાશન દ્વારા આ કાર્યક્રમની મંજૂરી ના આપીને ડો કિરણ વસાવાને નજરકેદ કર્યા બાદ એમની ધરપકડ કરીને લોકશાહી માં વિરોધ કરવાના અધિકારનું હનન કર્યું છે

                 આમ આદમી પાર્ટી પોલીસની આ કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ હવે અમે આ આંદોલનને સમગ્ર ગુજરાતમાં વિસ્તારીસુ સૌપ્રથમ આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લા મથકે થી આવતીકાલે એટલેકે તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૦ ના રોજ કલેકટર દ્વારા રાજ્યના ગવર્નરશ્રી ને આવેદનપત્ર દ્વારા આ ઘટનાની જાણકારી આપીશું અને આદિવાસીઓની સમસ્યાનો નિરાકરણ કરવા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ અધિનિયમ ૨૦૧૯ ના કાળા કાયદાને રદ કરવા માટે ગુજરાત સરકારને અનુરોધ કરવાની વિનંતી કરીશું સાથે સાથે રાજ્યપાલ ની મુલાકાત કરીને પણ અમારી માંગણીઓ દોહરાવીશું.

(11:29 pm IST)