Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

નર્મદા પુરવઠા વિભાગની બેદરકારીથી દુકાનદારો હેરાન : ઓનલાઇનનો આગ્રહ રાખતું તંત્ર દુકાનદારોના નાણાં સમયસર ન આપતું હોવાની બુમ

બે વર્ષથી તેલના અને પાંચ મહિનાથી ચણા દાળના પૈસા જમા થયા નથી જ્યારે સંચાલકોને નિયમિત માલનું કમિશન પણ ન મળતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારીમાં પણ મફત અનાજની યોજનામાં સતત કાર્ડ ધારકોની ભીડ વચ્ચે જોખમ લેતા સસ્તા અનાજની દુકાનના સંચાલકો પોતાના જીવના જોખમે સરકાર અને વહીવટી તંત્રના નિયમોનું પાલન કરે છે સાથે સાથે હાલ તમામ બાબત ઓનલાઇન થતા કમિશન સિવાય સંચાલકોની વધારાની કોઈ આવક પણ નથી તેમ છતાં નર્મદા જિલ્લા ની ૨૦૦ થી વધુ સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકો ને કમિશન ના નાણાં પણ નિયમિત મળતા નથી તદુપરાંત લગભગ બે વર્ષ થી તેલ ના રૂપિયા અને પાંચેક મહિનાથી ચણા દાળના રૂપિયા ન મળતા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.
            એક તરફ સરકાર બધું ઓનલાઇન કરવા દબાણ કરે છે પરંતુ જ્યારે સંચાલકો ને રૂપિયા આપવાની વાત આવે ત્યાં તંત્ર કેમ પીછે હઠ કરી લાંબા સમય બાદ પણ રૂપિયા માટે ધક્કે ચઢાવે છે..?મામુલી કમિશન પર પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા સંચાલકો માં સરકાર અને સ્થાનિક તંત્ર ની આવી લાલીયાવાડી થી ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(11:25 pm IST)