Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વલસાડ શહેરની અંદર 33 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર:૬૬ જી.આર.ડી ફરજ પર : સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે.ભટ્ટનું માર્ગદર્શન

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાની અંદર કોરોનાની મહામારી એ જ્યારે તાંડવ મચાવ્યું છે ત્યારે પોલીસ તંત્ર ખડેપગે ઉભૂ રહ્યું છે વલસાડ શહેરની અંદર 33 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર   કરવામાં આવ્યા છે જેમાં 66 જી.આર.ડીઓ ફરજ બજાવી રહ્યા છે તેનું  માર્ગદર્શન વલસાડ સિટી પીઆઇ એચ.જે.ભટ્ટ કરી રહ્યા છે જ્યારે વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે.ભટ્ટે શ્રમિકોની તેમજ ગરીબોને અનેક વખત મદદે  આવ્યા હતા. જ્યારે વલસાડ શહેરમાં કેસોની સંખ્યા રોકવા પોલીસ તંત્ર લોકોની મદદે આવ્યું છે માસ્કના દંડ સાથે પોલીસે માસ્ક પણ આપ્યા છે સાથે જાગૃતિના સંદેશ પણ પોલીસ આપી રહી છે.

(10:06 pm IST)