Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

આજથી ત્રણ દિ' રાજ્યભરમાં વરસાદની આગાહી

અપર એર સાયકલોનીક સરકયુલેશન મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ આવશે : અમુક વિસ્તારોમાં ભારે ખાબકશેઃ માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઃ હવામાન ખાતુ

રાજકોટ,તા. ૧૬: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી  કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં સર્જાયેલા અપર એર સાયકલોનિક સરકયુલેશનની અસર હેઠળ લો પ્રેસર સર્જાતા રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહશે. અને આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. હાલમાં ઓડિશા પાસે અપર એર સાયકલોનિક સરકયુલેશન બંગાળની ખાડી અને ઓડિશાની આજુબાજુ છે.જે દેશમાં પશ્ચિમ વિસ્તારમાં ગતિ કરશે અને મધ્ય ભારતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. તેમજ આજે ગુજરાત સુધી પહોંચીને અપર એર સાયકલોનિક સરકયુલેશન જમીનના લેવલથી નજીક આવીને લો-પ્રેશર બનશે સાથે મોન્સુન ટ્રફ પણ જમીન તરફ નીચે આવશે.

જેને લીધે આજથી ૧૮મી સુધી રાજ્યમાં ભારે વરસાદ ખેંચી લાવશે. તા. ૧૭ના આવતીકાલે સમગ્ર રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે શકયતા છે.

જો કે છેલ્લા દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમા વરસાદી માહોલ યથાવત છે. ત્યારે આ માહોલ નવી સિસ્ટમ્સ યથાવત રહે તેવું હવામાન વિભાગે જણાવ્યું છેે.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સાંબલાધાર મેઘ મલ્હાર જોવામાં આવશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને રાજકોટ , દ્વારકા, જામનગર, અમરેલી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અનરાધારની આગાહી આપવામાં આવી છે.

રાજ્યભરમાં મુખ્ય મથકો એનડીઆરએ. અને સ્થાનીક રાહત અને બચાવ ટીમોને ભારે વરસાદ અને આકાશી તારાજી સામે ખડે પગે રાખવામાં આવી છે. રાજ્યમાં તમામ બંદરો પરથી સાગર ખેડૂતોએ દરિયા ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે. તો સાથે સાથે રાજ્યભરમાં દરિયાકાંઠે સામાન્ય લોકોને ન જવાથી સુચના પણ આપી દેવામાં આવી છે.

આજે આગામી ૬ થી ૧૨ કલાકમાં આટલા વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે મેઘરાજા મહેરબાન

ગાજવીજ અને પવનની ઝડપ વચ્ચે આજે ૬ થી ૧૨ કલાક દરમિયાન અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દમણ, દેવભૂમિ દ્વારકા, દીવ, દાહોદ, ગાંધીનગર, ગિર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મારવી, નંદુબાર,નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાંબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ

(4:17 pm IST)