Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામે પોલીસે છાપો મારી ત્રણ જુગારીની ધરપકડ કરી

સોજીત્રા:તાલુકાના બાલીન્ટા ગામે આવેલા મહુડીયાપુરામાં આજે બપોરના સુમારે પોલીસે છાપો મારીને ત્રણ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. પોલીસે ૨૭૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર સોજીત્રા પોલીસને હકિકત મળી હતી કે, મહુડીયાપુરામાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે દરોડો પાડતાં ચીમનભાઈ અમરસંગભાઈ સોલંકી (મહુડીયાપુરા), દિલીપભાઈ હિંમતભાઈ વાઘેલા (સીંજીવાડા), રાજુભાઈ સોલંકી (મહુડીયાપુરા) ઝડપાઈ જવા પામ્યા હતા. જેમની પાસેથી રોકડા ૨૭૦૦ મળી આવ્યા હતા જ્યારે વિરેન્દ્રભાઈ નટુભાઈ પટેલ (સીંજીવાડા) ે વિનુભાઈ મેલાભાઈ રાઠોડ (મઘરોલ), પ્રતાપભાઈ આત્મારામભાઈ રાઠોડ (મઘરોલ) ફરાર થઈ ગયા હતા. 

(5:47 pm IST)