Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અષાઢમાં અનરાધારઃ ૧ થી ૯ ઇંચ મેઘમહેરઃ દરિયો તોફાની-નદીઓ બે કાંઠે

ગુજરાતના ર૦૦ તાલુકાઓમાં વરસાદઃ કામરેજ-ગણદેવી ૭ તો સુરત, ચીખલી, ખેરગામ અને પારડી ૬ ઇંચ વરસાદઃ નવસારી પંથકમાં દરિયાના પાણી ઘુમી વળતા તંત્રની દોડધામઃ ઉકાઇ સપાટી ર૯૩.પ૩ ફુટે પહોંચી

વાપી તા. ૧૬ : અષાઢ માસના પ્રારંભથી જ મેઘરાજા-રાજયભરમાં સટાસટી બોલાવતા સુરતથી સોમનાથ પાણી જ પાણી થઇ ગયું છે. એકબાજુ દરિયો તોફાની બન્‍યો છે તો બીજીબાજુ નદીઓ ગાંડીતુર બની છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૧ જીલ્લાના ૧૯૯ તાલુકાઓમાં ૧ થી૯ ઇંચ ભાર વરસાદ નોંધાવ્‍યો છે.

રાજયભરમાં મેઘરાજા મહેરબાન બન્‍યા છે. પછીતે દ.ગુજરાત હોય કે હોય મધ્‍ય ગુજરાત  કે પછી ઉ.ગુજરાત હોય કે હોય સૌરાષ્‍ટ્ર મેઘરાજા અનારાધાર- વરસી રહ્યા છે. દ.ગુજરાત પંથકની ખાસ કરીને નવસારી પંથકમાં દરિયો ગાંડોતુર બન્‍યો એમાં પણ બીજની ભરતીને પગલે શહેરના કેટલાક વિસ્‍તારોમાં આ પાણી ઘુસતા તંત્ર દોડતું થયું છે.

સુરત પંથકમાં પણ પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે. ઉકાઇ ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. આજે સવારે ૮ કલાકે આ જળ સપાટી સતત વધીને ર૯૩.પ૩ ફુટે પહોંચી છે. ડેમમાં ૧પ,૮૦૪ કયુસેક પાણીનો ઇનફલો થઇ રહ્યો છે.

આ વધતી જળસપાટી તે પગલે સુરતના કોઝવે.ની જળસપાટી પણ સતત વધીને આજે સવારે ૮ કલાકે ૬.પ૭ મીટરે પહોંચી છે. જેને પગલે તંત્રએ કોઝવે બંધ કરવાની સ્‍થિતી આવી પડી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્‍તારોમા નોંધાયેલ વરસાદને પગલે મુખ્‍યત્‍વે વરસાદના આંકડાને વિસ્‍તાર અનુસાર સૌપ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આલેશ્વર ૮પ મીમી, ભરૂચ રપ મીમી હા૯સોટ ૮૬ મીમી, જંબુસર ર૯ મીમી વાઘરા ૩પ મીમી અને વાલિયા ૬૦મીમી વરસાદ નોંધાયેલ છે.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેંડીયાપાડા પ૪ મીમી નાદેદ ર૧ મીમીની તિલકાડા રર મીમી તો વાપી જીલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૩૧ મીમી ઉચ્‍છલ ૩૭ મીમી વાલોળ ૬૯ મીમી વ્‍યારા ૩૪, મીમી અને ડોલવડા ૮૪ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૧ર૦ મીમી ચોર્યાસી પ૦ મીમી કામરેજ ૧૭૮ મીમી, મહુવા ૯પ મીમી માંડવી ૩૯ મીમી માગરોળ ૭૦ મીમી ઓલપાડ ૧૬૮ મીમી પલસાણા ૯૪ મીમી ઉમર અને સુરત સીટીમાં ૧૪૧ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૪ર મીમી ગણદેવી ૧૭પ મીમી જલાલપોર ૧૦૩ મીમી ખેરગામ ૧પ૦ મીમી નવસારી ૧૦ર મીમી અને વાંસદા ૧રર મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં માહુવા ૪૪ મીમી અને વધઇ ૧૧૧ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

ડાંગ પંથકમાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ રણે ચઢી છે. તો કયાંક ભુસ્‍લખનના બનાવો પણ બન્‍યા છે સ્‍થિતિને પહોંચી વળવા જીલ્લા કલેકટર શ્રીકુમારે અસરગ્રસ્‍ત વિસ્‍તારોની જાત મુલાકાત કરી હતી.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૬૬ મીમી કપરાડા ૧૬૮ મીમી પારડી ૧૩૪ મીમી ઉમરગામ ૮૮ મીમી વલસાડ ૯પ મીમી અને વાપી ૧૦૮ મીમી ભારે વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્‍ય ગુજરાત વિસ્‍તારને અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં ધંધુકા ૭૩ મીમી અને ઢોલેરા ૩૮ મીમી તો આણંદ જીલ્લાના તાલુકાઓમાં આંકલ્‍વવ ૧૯ મીમી બોરસદ ર૯ મીમી ખંભાત ૧૧૧ મીમી તારાપુર રર મીમી અને ઉમરેઠ ૪૭ મીમી તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઇ ૧પ મીમી સાવલી ૧૭ મીમી નિસોર ૧૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

છોટાઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં છોટાઉદેપુર ર૯ મીમી અને નસવાડી ૬૦ મીમી તો પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ગોધરા ૧ર મીમી હાલોલ ર૮ મીમી જાંબુઘોડા ૧૬ મીમી અને મોરવા હડફ ર૦ મીમી તો દાહોદ જીલ્લાના તાલુકાઓમાં દેવગઢ બારિયા ૧પ મીમી અને ગરબડા રર મીમી વરસાદ નોંધાયેલ છે.

ઉ. ગુજરાત વિસ્‍તારમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં હારીજ ર૭ મીમી પાટણ ર૩ મીમી રાધનપુર ર૬ મીમી સાંતલપુર ૬૩ મીમી સરસ્‍વતી ૧૯ મીમી અને સિધ્‍ધપુર ૩૬ મીમી વરસાદ નોંધાયેલ છ.ે

બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૧ર મીમી દાતાવાડા પર મીમી દેસર ૪પ મીમી ધાનેરા ૩૭ મીમી લાખાણી ૪૦ મીમી પાલનપુર ૩૦ મીમી સુઇગામ ર૯ મીમી થરાદ પ૩ મીમી અને વડાપણ ૬૬ મીમી વરસાદ નોંધાયેલ છે.

મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં સતલાસણા પર મીમી વડનગર ર૦ મીમી અને વિજાપુર ૩૩ મીમી તો સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૩૧ મીમી ઇડર ર૬ મીમી ખેડબ્રહ્મા પ૮ મીમી પ્રાસીલ ૧૯ મીમી અને વડાલી ૩૮ મીમી તો અહાવલી જીલ્લાના તાલુકાઓમાં ભીલોડા ૧૯ મીમી તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં ગાંધીનગર ૧૭ મીમી અને કલોલ રર મીમી વરસાદ નોંધાયેલ છે.

રાજયભરમાં અનરાધાર હેત, વરસાવતા મેઘરાજા હજુ પણ કચ્‍છથી જાણે નારાજ હોય તેમ મહેરના વરસાવતા વરસાદ નીલ રહેવા પામ્‍યો છે. આ લખાઇ રહ્યું છે ત્‍યારે  સવારે ૧૦ કલાકે દ. ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્‍ચે ઝરમરથી ભારે વરસાદ ચાલુ છે.

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ, જીલ્લા કલેકટર ખરસાણાએ માછી મારોને દરિયો ન ખેડવા સુચના આપી છ.ે

(12:26 pm IST)