Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રિફંડના ધાંધિયા છતાં ટેકસ વહેલો લઇ લેવો છે : વેપારીઓ નારાજ

સરકારે ૩૧મી જુલાઇ પહેલા રિટર્ન ફાઇલ કરી દેવાની જાહેરાત કરી ત્યારથી જ વેપારીઓમાં ભારે નારાજગી છે. રિફંડ આપવામાં મહિનાઓથી તંત્ર આડોડાઇ કરે છે. વેપારીઓને કરોડોના રિફંડ લેવાના છે તેની કોઇ જ વાત નહીં અને વહેલા ટેકસ ઉઘરાવવાની સરકારની નીતિથી વેપારીઓ અને એકસપોર્ટરો ભારે નારાજ છેઃ લોકોને હાલાકીમાંથી મુકિત : બિનતકરારી ચેન્જ રિપોર્ટમાં ઝુંબેશ થકી સાડા પાંચ હજાર પડતર કેસો પૂર્ણ કર્યાઃ ચેરિટી તંત્રનું ડિજિટલાઇઝેશન : ૩ કરોડ ડોકયુમેન્ટનું સ્કેનિંગ પૂર્ણ

અમદાવાદ તા. ૧૬ : રાજયમાં ચેરિટીતંત્રમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં ખૂબ જ મોટા ફેરફારો થયા છે. જેના પગલે લોકોને ચેરિટી તંત્રમાં અગાઉ થતી હાલાકીમાંથી મુકિત મળી છે. ચેરિટી તંત્રે છેલ્લા બે વર્ષમાં ૩ કરોડ ડોકયુમેન્ટનું સ્કેનિંગ પૂર્ણ કરી ડિજિટલાઈઝેશનની ૯૫ ટકા કામગીરી પૂર્ણ કરી છે. ઉપરાંત, બિનતકરારી ચેન્જ રિપોર્ટમાં ઝુંબેશ આદરી મોટાભાગના પેન્ડિંગ કેસો પૂર્ણ કરી દીધા છે. ટ્રસ્ટોની મિલકતોની હરાજીમાં ટ્રસ્ટોએ માગેલી કિંમત કરતા રૂ. ૧૨૫ કરોડની વધુ રકમ ઉપજાવવામાં આવી છે.

ગુજરાત રાજય ચેરિટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ, સ્ટાફ મેમ્બર અને વકીલો માટે ચેરિટીતંત્રની સિદ્ઘિઓ અને પડકારના વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોમ્પ્યુટરાઈઝેશનની કામગીરીનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરી ટ્રસ્ટોને અને લોકોને ઓફિસોના ધક્કા વગર કઈ રીતે ઓનલાઈન કાર્યવાહી થઈ શકે તે અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કાયદા વિભાગના સચિવ આઈ.જે. વોરા ઉપસ્થિત રહ્યા હતા.

રાજયના ચેરિટી કમિશનર વાય.એમ. શુકલાએ વકતવ્યમાં જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીના યુગમાં ટ્રસ્ટીઓને ઘેરબેઠા ટ્રસ્ટોની તમામ માહિતી મળી રહે, બે ટકા વહીવટી ફાળો ઓનલાઈન ભરી શકાય, પોતાના કેસનો ચુકાદો ઓનલાઈન જોઈ શકાય, ટ્રસ્ટોનો હેતુ અને ઓબ્જેકટ જોઈ શકે તે માટે છેલ્લા બે વર્ષથી ડિજિટલાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ૩ કરોડ કરતા વધુ ડોકયુમેન્ટનું સ્કેનિંગ પૂર્ણ થઈ ગયું છે અને ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. આ ડિજિટલાઈઝેશનને લિંકીંગ કરી ઓનલાઈન પ્રોસેસ સાથે લિંક કરતા રાજયના છેવાડાના ભાગે આવેલા ટ્રસ્ટની માહિતી પણ ઘેરબેઠા મળશે.

તેમણે ઉમેર્યું કે, ત્રણ વર્ષ પહેલા ૨૨ હજારથી ૨૩ હજાર કેસો ચેરિટી તંત્રમાં પડતર હતા. પરંતુ તાજેતરમાં બિનતકરારી ફેરફાર રિપોર્ટોમાં ટ્રસ્ટીઓને બોલાવી ખુટતા ડોકયુમેન્ટ રજૂ કરાવી છેલ્લા ત્રણ મહિનામાં સમગ્ર રાજયમાં બિનતકરારી ફેરફાર રિપોર્ટ નિકાલ ઝુંબેશનો આરંભ કરાવી ૫૫૦૦ કેસોનો નિવેડો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે જેથી કેસોનો ભરાવો ઓછો થાય. હાલમાં ૨૩ હજારમાંથી ૧૫ હજાર કરતા ઓછા કેસો પેન્ડીંગ છે.

ચેરિટી તંત્રની બિલ્ડિંગો અંગે તેમણે કહ્યું કે, હાલમાં રાજયમાં અમુક ઇમારતો ચેરિટી તંત્રની પોતાની છે. જયારે અમુક જગ્યાએ ભાડાની તથા અમુક જગ્યાએ સેવા સદનમાં ચાલે છે. જેથી રાજય સરકારને રજૂઆત કરાઈ છે કે જયાં ભાડાની બિલ્ડિંગમાં કચેરી કાર્યરત હોય ત્યાં જમીન ફાળવવામાં આવે. આ રજૂઆત બાદ જમીનની ફાળવણી અને ચેરિટી ભવન બનાવવાની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ છે. આગામી બે-ત્રણ વર્ષમાં રાજયમાં તમામ જિલ્લા મથકે ચેરિટી તંત્રની પોતાની ઈમારતો આકાર પામશે.

મિલકતોની હરાજી અંગે ચેરિટી કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં જ ચેરિટી સંસ્થાઓની બિનઉપયોગી મિલકતોના વેચાણથી ટ્રસ્ટોએ માગ્યા કરતા વધુ રૂ. ૧૨૫ કરોડ અદાલતમાં બિડ કોમ્પિટીશનની કાર્યવાહી કરી અને ટ્રસ્ટોને વધુ રકમ ઉપજાવી છે. તેમણે ખાલી જગ્યાઓ અંગે જણાવ્યું હતું કે, ચેરિટી તંત્રમાં મંજૂર થયેલા સ્ટાફની સામે ૬૦ ટકા સ્ટાફની જગ્યા ખાલી હતી તેને કોમ્પિટેટીવ પરીક્ષા લઈ ભરવા માટેની કામગીરી ચાલી રહી છે.(૨૧.૧૩)

(12:01 pm IST)