Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઠાસરાના પીલોલમાં ગ્રામ પંચાયત ખંઢેર હાલતમાં: બેસવું ભયજનક થઇ ગયું

ઠાસરા:તાલુકાના પીલોલ ગામનુ ગ્રામ પંચાયત ખંડેર હાલતમાં હોવાને કારણે કોઇ સરકારી કામ થઇ શકતુ નથી.૩૫ થી ૪૦ વર્ષ પહેલા બનાવેલ આ પંચાયતનુ મકાન અતિજર્જરીત થવાને કારણે મકાનમાં બેસવુ ભયજનક થઇ પડયુ છે.

ઠાસરા તાલુકાના પીલોલ ગામમાં આવેલ પંચાયતનુ મકાન ૩૫ થી ૪૦ વર્ષ પહેલા બનાવેલ હતુ.જેના કારણે અતિ જર્જરીત મકાનમાં બેસવુ ભયનજક થઇ પડયુ છે.પંચાયત મકાનની છત તુટી ગઇ છે તેમજ છતના સળિયા ગમે ત્યારે ગેમ તેને નુકસાન પહોચાડી શકે તેમ છે.તેમજ મકાનમાં બનાવેલ દિવાલોમાંથી પોપડા પડે છે.

(5:41 pm IST)