Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખેડા જિલ્લમાં જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતમાં બે મોતને ભેટ્યા: એકની હાલત ગંભીર

ખેડા: જિલ્લામાં ઠાસરા, ખેડા તેમજ નડિયાદ તાલુકાના ડભાણ ગામની સીમમાં સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ચુંથાપુરામાં કમળા રેલવે ફાટક નજીક કાળુભાઈ નારસિંહભાઈ રાઠવા રહે છે. તેમના સસરા રીસુભાઈ ગત સોમવારના રોજ ઘર બહાર ચાલતાં નીકળ્યાં હતાં તે વખતે માર્ગ પર પુુરપાટ ઝડપે આવી રહેલ ગાડી નં જીજે ૦૭ ડીબી ૮૨૩૯ના ચાલકે રીસુભાઈને અડફેટે લેતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત બન્યાં હતાં. જેથી સારવાર માટે તેઓને નડિયાદ સિવિલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાયાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અગે કાળુભાઈ નારસિંહભાઈ રાઠવાની ફરિયાદને આધારે નડિયાદ રૂરલ પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:33 pm IST)