Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો નિર્ણય સામાન્ય-સ્વાભાવિક છે

પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાનું નિવેદન

રાજકોટ, તા. ૧૬ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો નિર્ણય સામાન્ય સત્તા અને સ્વાભાવિક હોય છે. પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે.

કમલેશ જોશીપુરાએ જણાવ્યું કે ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાના સંદર્ભમાં ભારતીય બંધારણમાં બંધારણીય વ્યવસ્થા હેઠળ જ સતા આપી દેવામાં આવી છે. ચૂંટણી નિશાન repolling તેમજ ચૂંટણીની વ્યાખ્યા વાંચતા ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેથી પ્રક્રિયામાં સમગ્રપણે મત ગણતરી અને પરિણામ સુધીની સતા આવી જાય છે.  અલબત્ત ગઇકાલે લીધેલો નિર્ણય ચૂંટણી પંચને મળેલી સામાન્ય સતા અંતર્ગત જ હોય ખૂબ જ સ્વાભાવિક નિર્ણય છે કારણ અનુછેદ ૩ર૪ પ્રકરણ જ ચૂંટણી પંચની સતાઓનું છે. એવો નિર્ણય બંધારણીય વ્યવસ્થા અંતર્ગત સ્વાભાવિક અને વાસ્તવિક છે.

(3:54 pm IST)