Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ખંભાત તાલુકાના નાના કલોદરામાં મધરાત્રે ડાન્સ કરવા બાબતે બબાલ: સામસામે હિંસક હુમલામાં મહિલા ઈજાગ્રસ્ત

ખંભાત:તાલુકાના નાના કલોદરા ગામે આવેલા મંગળ ફળિયા પાસે ગઈકાલે મધરાત્રે વરઘોડામાં ડીસ્કો નહીં કરવા બાબતે આપેલા ઠપકાની અદાવતમાં મારક હથિયારો સાથે હુમલો કરીને ઘરોમાં ઘુસી જઈને ઘરવખરી, રીક્ષા, એક્ટીવા, બાઈક, આઈશર ટેમ્પામાં મૂકેલા ડીજે સહિત ૧૭ જેટલા વાહનોની તોડફોડ કરીને ભયનું વાતાવરણ સર્જી દેતાં ચકચાર મચી જવા પામી છે. પથ્થરમારામાં ઘવાયેલી એક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને ચારથી પાંચ શખ્સોની સ્થળ પરથી જ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર નાના કલોદરા ગામે રહેતા રાજુભાઈ મંગળભાઈ પટેલના પુત્ર અંકિતના લગ્નપ્રસંગે ગઈકાલે રાત્રીના સુમારે વરઘોડો નીકળ્યો હતો. રાત્રીના સાડા બારેક વાગ્યાના સુમારે મંગળ ફળિયાએ આવતાં જ ત્યાં ડીજે ઉપર કોની પડે એન્ટ્રી, પટેલની પડે એન્ટ્રી ગીત વારંવાર વગાડીને યુવકો દ્વારા ડીસ્કો કરતા હતા. જેને લઈને ત્યાં ઊભેલા વિજયભાઈ ગાંડાભાઈ ચાવડા તથા અન્ય યુવકોએ ઠપકો આપીને ડીસ્કો કરવાની ના પાડી હતી. જેથીે ગૌરાંગ મુળજીભાઈ પટેલ અને સીતારામ મણીભાઈ પટેલે બોલાચાલી કરી આ ફળિયુ તારા બાપનું છે, છોકરાઓ અહીંયા જ ડીસ્કો કરશે તેમ કહીને ગાળાગાળી ચાલુ કરી દીધી હતી. તેમનુું ઉપરાણું લઈને અન્ય પટેલો હાથમાં લાકડાનાં ડંડા, લોખંડની પાઈપ, બેટ વગેરે લઈને મંગળ ફળિયામાં દેકારા પડકારા કરીને ઘૂસી ગયા હતા. જયાં ઘરોમાં તોડફોડ કરીને બહાર પાર્ક કરેલ એક્ટીવા, રીક્ષા, બાઈક તેમજ આઈશર ટેમ્પામાં મૂકેલ ડીજે સહિત ૧૭ જેટલા વાહનોની તોડફોડ કરી હતી. આ ઉપરાંત પથ્થરમારો થતાં શીલાબેન નામની મહિલાને માથામાં પથ્થર વાગતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. 

(5:46 pm IST)
  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST