Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બોરસદ-વાસદ રોડ પર કાર હડફેટે બાઈક ચાલકનું મોત

બોરસદ-વાસદ રોડ ઉપર આવેલા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ચાલકનું સારવાર દરમ્યાન બોરસદની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતુ. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર આસોદ ખાતે રહેતા વિમલભાઈ વિનોદભાઈ પઢિયાર (ઉ. વ. ૨૦)ગઈકાલે રાત્રીના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એએસ-૫૮૬૮નું લઈને આસોદરથી બોરસદ તરફ થઈ રહ્યો હતો ત્યારે રાત્રીના સવા દશેક વાગ્યાના સુમારે વાસદ-બોરસદ રોડ ઉપર આવેલા રીલાયન્સ પેટ્રોલપંપ પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલ ઈકો કાર નંબર જીજે-૬, કેપી-૬૧૦૫એ ટક્કર મારતાં વિમલને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી ૧૦૮ મોબાઈલ વાન દ્વારા તેને તુરંત જ સારવાર માટે બોરસદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના સવા એક વાગ્યાના સુમારે તેનું અવસાન થયું હતુ.

અંગે ભયલાલભાઈ પઢિયારની ફરિયાદને આધારે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા ઈકો કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(5:37 pm IST)