Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વલસાડના એમ. જી. રોડ પર જી. કે. જવેલર્સમાં 1,92 લાખના સોનાં-ચાંદીના દાગીનાની ચોરી

ઘટના સીસીટીવીમાં કેદ : તસ્કરો દાગીના બેગમાં ભરીને ફરાર

વલસાડમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે એમજી રોડ પર આવેલી જીકે જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ 1,92 લાખની કિંમતના સોના ચાંદીનાની ચોરી કરી હતી સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. CCTVમાં સ્પષ્ટ દેખાઈ છે કે, તસ્કરો સોના ચાંદીનાના ઘરેણા એક બેગમાં ભરતા હોય છે.


   અત્રે ઉલ્લેખનીય છે કે, CCTVમાં બે તસ્કરો કેદ થયા હતા.આ તસ્કરો દાગીના બેગમાં ભરીને ફરાર થઇ જાય છે.તસ્કરોએ રૂપિયા 1 લાખ 92 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.

   આ સમગ્ર મામલે વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ચોરીની ઘટનાને પગલે અન્ય વિસ્તારના જવેલર્સના વેપારીઓએ નાઈટ પેટ્રોલિંગની માગ કરી હતી.વલસાડ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

 

(10:59 am IST)