Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

વડોદરામાં જાંબુઆ બ્રિજ પાસે ખેતરમાંથી ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી :મકરપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

પોલીસે એફએસએલ ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી:મૃતક વ્યક્તિ ડ્રાઇવર હોવાનું અનુમાન

વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે થી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં ખુલ્લા ખેતરમાંથી મળી આવ્યો છે. મકરપુરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે એફએસએલ ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી મૃતક વ્યક્તિ ડ્રાઇવર હોવાનું અનુમાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ નજીક આવેલા સુંદરપુરા ગામના એક ખુલ્લા ખેતરમાંથી ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે.અજાણ્યા યુવકનો મૃતદેહ ડીકમ્પોઝ થઇ જતા ભારે દુર્ગંધ ફેસાઇ ગઈ હતી. મૃતક વ્યક્તિ ડ્રાઇવર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ સહીત મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ એફએસએલની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ દ્વારા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

(7:32 pm IST)