Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

UPSC સિવિલ સર્વિસીસ ૨૦૨૪નું પરિણામ જાહેર

આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેક્ન ૧ હાંસલ કર્યોઃપરિણામ ચકાસવાના પગલાં કમિશનની સત્તાવાર વેબસાઇટ https://upsc.gov.in/ પર આપવામાં આવ્યા છે

અમદાવાદ, તા.૧૬

દેશની સૌથી અઘરી પરીક્ષા એટલે કે UPSC સિવિલ સર્વિસીસ ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપ્યો હતો તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. પરિણામ ચકાસવાના પગલાં કમિશનની સત્તાવાર વેબસાઇટ https://upsc.gov.in/ પર આપવામાં આવ્યા છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે. તે જ સમયે, અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે. જ્યારે ડોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. કુલ ૧૦૧૬ ઉમેદવારોની આખરે પંચ દ્વારા પસંદગી કરવામાં આવી છે.

૧૦૧૬ માંથી ૧૮૦ IAS માટે પસંદ કરવામાં આવ્યા હતા . જ્યારે ૨૦૦ IPS માટે પસંદગી પામ્યા છે. આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઈન્ડિયા રેક્ન ૧ હાંસલ કર્યો છે. આ વર્ષે, UPSC CSE- ૨૦૨૩ પરીક્ષા માટે ૨ જાન્યુઆરીથી ૯ એપ્રિલની વચ્ચે ત્રણ તબક્કામા UPSC ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિત્વ કસોટીમાં કુલ ૧૦૨૬ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. UPSC CSE ૨૦૨૩ ની પ્રિલિમ પરીક્ષા ૨૮ મેના રોજ યોજાઈ હતી.

છેલ્લા ૫ વર્ષમાં મહિલાઓની સફળતાનો દર વધ્યો છે . ૨૦૧૮ અને ૨૦૧૯માં મહિલાઓની પાસ થવાની ટકાવારી ૨૪% હતી. ૨૦૨૦ માં તે ૨૯% પર પહોંચી ગયો. જ્યારે ૨૦૨૧માં તે ૩ પોઈન્ટ ઘટીને ૨૬% થઈ ગયો. આ સિવાય ૨૦૨૨માં આ આંકડો ફરી એકવાર ૩૪% પર હતો. ગયા વર્ષે ૯૩૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ૩૨૦ મહિલાઓ હતી.ઉમેદવારો તેમની પરીક્ષા સંબંધિત કોઈપણ માહિતી માટે સંપર્ક કરી શકે છે. જેનો ટેલિફોન નંબર છેઃ ૦૧૧-૨૩૩૮૫૨૭૧/૨૩૩૮૧૧૨૫/૨૩૦૯૮૫૪૩. સગવડતા કાઉન્ટર તમામ કામકાજના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

મી મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. આ પછી, મેન્સનું પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ ૨ જાન્યુઆરીથી ૯ એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા.

ઈશિતા કિશોરે ૨૦૨૨માં ટોપ કર્યું હતું. જ્યારે ગરિમા લોહિયા બીજા સ્થાને રહી હતી. આ પછી ઉમા હારાથી એન અને સ્મૃતિ મિશ્રા આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૧માં ટોપર શ્રુતિ શર્મા હતી, ત્યાર બાદ ટોપ ત્રણ રેક્નમાં અંકિતા અગ્રવાલે AIR ૨ અને ચંદીગઢની ગામિની સિંગલાએ ૩ રેક્ન હાંસલ કર્યો હતો.સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને UPSC દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં ૧,૧૦૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . ભરતી દ્વારા, ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પોસ્ટ્સ પર નિમણૂકો કરવામાં આવશે.

(7:25 pm IST)