Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજકોટ, ધોરાજી, મોરબી સુધી અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમો દોડીઃ ૧૩ ઝડપાયાઃ ઇન્‍ટરનેશનલ કાવતરાનો પર્દાફાશ

બોલીવુડ, હોલીવુડ જ નહિ ઓટીપી પ્‍લેટફોર્મ પરથી ફિલ્‍મને ટક્કર મારે તેવી કદી ન વાંચી હોય તેવી અદભુત સત્‍યકથા અકિલા સમક્ષ એસીપી હાર્દિક માંકડીયા વર્ણવે છે : પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા નીરજ બડ ગુજ્જર અને ડીસીપી અજીત રાજીયાતના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા સાંપડીઃ હોંગકોગમાં ભારતની પોલીસનો આખો સેટ, કરોડોની છેતરીપિંડીની ગેંગનો માસ્‍ટર માઇન્‍ડ ધોરાજીનો મોઇન હોવાનો ધડાકોઃ એક વોન્‍ટેડ...વિવિધ ટીમો રચવામાં આવી

રાજકોટ,તા. ૧૬: અમદાવાદની જાણીતી માંઇકા કંપનીના પ્રેસિડેન્‍ટ શૈલેષ મહેતાને તેઓ દ્વારા મોકલેલ પાર્સલમાં ડ્રગ્‍સ સહિતની વસ્‍તુઓ મુંબઇથી તાઇવાન મોકલી હોવાનું જણાવવા સાથે સીબીઆઇનું બનાવટી વોરંટ મોકલી ફરિયાદીના જીવનનું જોખમ હોવાનું જણાવી રૂપિયા ૧.૧૫ કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવાના મામલામાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્‍ચ વડા નીરજ બડ ગુજ્જર તથા ડીસીપી અજિત રાજીયાનના માર્ગદર્શન હેઠળ એસીપી હાર્દિક માકડિયાના નેતૃત્‍વ હેઠળની ટીમે રાજકોટ, ધોરાજી સહિત કુલ ૧૩ શખ્‍સને ઝડપી આંતરરાષ્‍ટ્રીય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા પર્દાફાશ કરાયો છે.

અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદ એસીપી સાયબર ક્રાઇમ હાર્દિક માકડિયાએ જણાવેલ કે ધોરાજીનો મોઇન ઇગારિયા આ ઇન્‍ટરનેશનલ કૌભાંડનો માસ્‍ટર માઇન્‍ડ હોવાનું જણાવ્‍યુ હતું. આ સમગ્ર કાવતરૂં એટલું ફુલપ્રુફ હતું કે સ્‍ટાયપ મારફત વાતચીત દરમિયાન હોંગકોંગમાં આખો પોલીસ સેટઅપ આ ભેજાબાજો દ્વારા ઉભો કરવામાં આવેલ. આરોપીઓની વિશેષ પુછપરછમાં ચીન, દુબઇ સુધીના કનેકશન મળ્‍યા છે. ભારત બહાર આખો ભારતની નકલી પોલીસ ક્રાઇમ બ્રાંચનો સેટ જોઇ ભલભલા મુંજાઇ જાય તેવું વાતાવરણ હોય છે. આરોપીઓ દ્વારા સ્‍કાયપથી વાત કરતી વખતે એક રૂમમાં રૂમ બસ બંધ રહેવા જણાવે છે. જેને ડિજિટલ એરેસ્‍ટ કહેવાય છે. મોટી રકમ ખૂબ વિશ્વાસપૂર્વક જમા થાય અને તે બહાર ક્રીપ્‍ટો કરન્‍સી મારફત ભારત બહાર મોકલવામાં આવતુ હોવાનું ખુલવા પામેલ છે. આરી પાંચ ટીમો રાજકોટ, કુતીયાણા, ઉપલેટા વિગેરે સ્‍થળો પર ટીમ મોકલી હતી. પીઆઇ પારસ મકવાણા સહિતનો તમામ સ્‍ટાફ ખૂબ કાર્યરત રહેલ.અટક કરેલ આરોપીઓની વિગતઃ (૧) મિહિર સ/ઓ રમણીકભાઇ ટોપીયા (ઉ.વ.૨૩) ધંધો વેપાર રહે-હીરપરા વાડી નવયુગ સ્‍કૂલ પાસે, ધોરાજી તા. ધોરાજી જીલ્લો, રાજકોટ શહેર. (૨) અંકિત સ/ઓ ભલાભાઇ દેસાઇ (ઉ.વ.૨૯) ધંધો-દલાલી રહેવાસી ઘર નંબર-૧૮, હરિકૃષ્‍ણ સોસાયટી, સરદાર ચોક, ઇસનપુર, અમદાવાદ શહેર (૩) પ્રફુલ સ/ઓ લવજીભાઇ વાલાણી (ઉ.વ.૪૩) ધંધો મજૂરી કામ રહેવાસી-હીરપરા વાડી, અંજનીસુત હનુમાનજીના મંદિર પાસે, ધોરાજી તા.ધોરાજી જી.રાજકોટ (૪) રોનક સ/ઓ હરેશભાઇ સોજીત્રા (ઉ.વ.૨૩) ધંધો -અભ્‍યાસ રહેવાસી ફલેટ નંબર ૩૦૨, દેવભૂમિ એપાર્ટમેન્‍ટ તપસ સોસાયટી, નાના માવા મેઇન રોડ, રાજકોટ (૫) કિરણ સ/ઓ અમયાભાઇ દેસાઇ (ઉ.વ. ૨૯) ધંધો નોકરી રહેવાસી મકાન નંબર ૩૭ હરિકૃષ્‍ણ સોસાયટી, સરદાર ચોક, સ્‍વામિનારાયણ મંદિરની બાજુમાં, ઇસનપુર અમદાવાદ શહેર (૬) કિશા સ/ઓ પોલાભાઇ ભારાઇ (ઉ.વ.૪૫) ધંધો પશુપાલન રહેવાસી નેશ વિસ્‍તાર, સારણનેશ મોબતપરા, પોરબંદર (૭) મેરૂભાઇ સ/ઓ બાવનભાઇ કરમટા (ઉ.વ.૨૪) ધંધો ખેતીકામ રહેવાસી ધુવારા પાટીયાની બાજુમાં ચારણનેસ ગામ-મોબતપરા તા.કુતિયાણા, પોરબંદર (૮) યોગીરાજસિંહ સ/ઓ દિવ્‍યરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૬) ધંધો બેકાર રહેવાસી બ્‍લોક નં. સી. ૨૦૨, રત્‍નમ પ્રાઇડ સોસાયટી, ગ્રિનલિફટ હોટેલની સામે,ઘંટેશ્વર રાજકોટ (૯) રવિ સ/ઓ બાબુભાઇ સવસેટા (ઉ.વ. ૨૬) ધંધો ડ્રાઇવર રહેવાસી શેરી નંબર ૪, કૃષ્‍ણજી સોસાયટી, સહકાર મેઇન રોડ, નાલંદા વિદ્યાલય પાછળ રાજકોટ (૧૦) રોહન સ/ઓ પ્રહલાદભાઇ લેઉવા (ઉ.વ.૨૬) ધંધો નોકરી રહેવાસી-બી ૫૦૫, અતિથિ એવેન્‍યુ નારોલ અમદાવાદ શહેર (૧૧) રોહીત સ/ઓ જીતુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪) ધંધો-ડ્રાઇવર રહેવાસી સુનાપુરી રોડ, રામપરા, ધોરાજી જી.રાજકોટ (૧૨) સાગર સ/ઓ રમેશભાઇ ડાભી (ઉ.વ.૩૧) રહેવાસી ફલેટ નંબર ૫૦૪ વૃંદાવન સોસાયટી અવધ રોડ, રાજકોટ.

(3:42 pm IST)