Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચમાં ટોપીનો ભાવ ૧૩ રૂપિયા-ઝાડુના ૩૫- ગુજરાતી થાળી ૧૪૦

પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્‍તુના ભાવ ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયા

અમદાવાદ,તા. ૧૬: લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કાર્યની શરૂઆત કરી દેવાઇ છે ત્‍યારે ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા પ્રચાર માટે જે વિવિધ ખર્ચ કરવામાં આવે તેના દર અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નક્કી કરાયા છે. લોકસભા ચૂંટણી લડતા ઉમેદવારોએ તે મુજબ ખર્ચના રજિસ્‍ટર નિભાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર, રેલી-સરઘસ વગેરે દરમિયાન ઉમેદવારો દ્વારા ખાણી-પીણીથી લઇ કાર્યકરો માટે ટોપીથી લઇને ખેસ વિગેરેની વ્‍યવસ્‍થા પણ કરાતી હોય છે. જેમાં સાદી ટોપીનો ભાવ ૧ નંગનો ૧૩ રૂપિયા અને પ્રિન્‍ટવાળી ટોપીનો ભાવ ૧૭ રૂપિયા નક્કી કરાયો છે. જો ટોપી કાગળની હોય તો ૬ રૂપિયાનો દર રખાયો છે. આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્‍હ ઝાડુ છે. ઝાડુનો ભાવ ૩૫ રૂપિયા નક્કી કરાયો છે.

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી છે ત્‍યારે પ્રચાર સભામાં મોટાપાયે પાણી અને લીંબુ શરબત, છાશ વિગેરેનો ઉપયોગ કરાતો હોય છે. તેના ભાવ પણ નક્કી કરાયા છે. તે સાથે સાદી ગુજરાતી થાળીમાં પૂરી અથવા રોટલી, બે શાક, દાળ કે કઢી, ભાત કે ખીચડી અને પાપડ, સલાડ વિગેરેનો સમાવેશ ૯૦ રૂપિયામાં કરાયો છે. જયારે મિષ્ટાન ફરસાણ સાથેની ગુજરાતી થાળીનો ભાવ ૧૪૦ રૂપિયા નક્કી કરાયો છે.

ચૂંટણી તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને અને જે તે ચીજવસ્‍તુના ભાવ મેળવીને નક્કી કરાતા હોય છે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી અન્‍ય ચીજ વસ્‍તુના ભાવ આ મુજબ છે. 

પ્રચાર માટેની ચીજ વસ્‍તુના ભાવ (~)

વસ્‍તુ

ભાવ

 

રૂપિયા

ટોપી સાદી

૧૩

ટોપી પ્રીન્‍ટ

૧૭

ટોપી કાગળ

બ્‍યુગલ

ઝાડુ

૩૫

ડાળી સાથે ગુલાબ

૫૦

પુષ્‍પગુચ્‍છ

૫૦

નાનો હાર

૫૦

નાનો બુકે

૧૫૦

વીઆઇપી બુકે

૫૦૦

શાલ

૧૦૦

સાફો-પાઘડી

૧૫૦

પાર્ટી ખેસ

પાર્ટી ચિન્‍હ

મફલર

૫૫

મોમેન્‍ટો

૩૦૦

મીણબત્તી

પોકેટ ડાયરી

ડસ્‍ટબીન

૪૫

કાગળના માસ્‍ક

 

(11:31 am IST)