Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રૂપાલા બાબતે કોઈ બાંધછોડ નહીં: રૂપાલાની ટિકિટ રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ અડગ: હાઈ કમાન્ડ સમક્ષ વાત મુકવા ખાત્રી અપાઈ: માંગણી ના સ્વીકારાય તો રૂપાલાના સભાસ્થળે શાંત વિરોધ કરાશે: જિલ્લાઓમાં મહા સંમેલન યોજાશે

મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે બે વાગ્યે બેઠક પુરી: રૂપાલા મુદ્દે બાંધછોડ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી: સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉપર અડગ: ભુપેન્દ્રભાઈ પટેલ, સી આર પાટીલ અને હર્ષ સંઘવી સાથેની બેઠક પૂર્ણ

ક્ષત્રિય સમાજની માગણી મુદ્દે દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ વાત મૂકવા માટે ખાતરી અપાઈ: સરકાર તરફથી રૂપાલાને માફી આપવા બાબતે ફરી ભાર મુકાયો: ક્ષત્રિય સમાજની માગણી નહીં સ્વીકારાય તો બાકી જિલ્લાઓમાં મહા સંમેલન કરાશે: રૂપાલાના સભા સ્થળે શાંતિપૂર્ણ વિરોધ કરાશે: રૂપાલાના વિકલ્પે સ્ટેન્ડિંગ પૂર્વ ચેરમેન પુષ્કર પટેલનું નામ ઉભરી આવ્યું

(9:59 am IST)