Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ગુજરાતમાં કોરોના સંક્રમણના પગલે ધાર્મિક સ્‍થળો પર લોકોને એકઠા થવા પર નજર રાખવા અને રાત્રી કર્ફ્યુના કડક અમલ માટે ડી.જી.પી. આશીષ ભાટીયાએ જીલ્‍લા પોલીસ વડાને કર્યો આદેશ : માસ્‍ક અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સના ભંગ બદલ પણ કડક બનવા તાકીદ કરાઇ : તમામ પોલીસ કર્મચારીઓને વેકસીનના પ્રથમ બીજો ડોઝ લેવા માટે ઝડપ લાવવા અને પોલીસ પરિવારને મદદરૂપ બનવા અપીલ

ગાંધીનગર : તા.૧૬/૦૪/૨૦૨૧: કોવીડ -19ને કાબૂમાં લેવા માટે પોલીસ ક્વારા થતી કોવીડ નિયંત્રણ અંગેની કાર્યવાહી વધુ સધન કરવા ફરી એકવાર ડી.જી. પી. શ્રી આશીષ ભાટિયા ક્વારા તમામ જીલ્લા/શહેરના પોલીસ વડાઓને તાકોદ કરવામાં આવી છે. રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહેલ છે હોવાથી પોલીસને પણ વધુ સઘન રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને માસ્ક ન પહેરવા બદલ દંડ કરવાની કાર્યવાહી વધુ કડક કરવા તથા રાત્રી કર્ક્યુનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા પોલીસને જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત દિવસ દરમ્યાન શાક માર્કેટ જેવા સ્થળો કે જ્યાં વધુ ભીડ થતી હોવાનું ધ્યાને આવે, ત્યાં પણ પોલીસ દ્વારા ચેકોંગ કરીને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરાવવા માટે પગલાં લેવામાં આવશે. ખાસ કરીને રેલ્વે સ્ટેશન ખાતે જે મુસાકરો પાસે નિયમોનુસારનો 31000 નેગેટીવ ટેસ્ટ રીપોર્ટ ન હેય તેમના વિરુધ્‍ધ કરવાની કાર્યવાહી વધુ સઘનતાથી લાગુ કરવા જણાવવામાં આવેલ છે.

રાજ્ય પોલીસ વડાશ્રીની અધ્યક્ષતામાં આજ રોજ તા.૧૬-૦૪-૨ર૦૨૧ના રોજ યોજવામાં આવેલ વિડીયો કોન્કરન્સમાં પોલીસ કર્મચારીઓ સંક્રમિત ન બને તે માટે પણ જરૂરી તકેદારીના પગલાં લેવા તમામ પોલીસ અધિકારીશ્રીઓને જણાવવામાં આવેલ છે. જે પોલીસ કર્મચારીઓને હજુ પણ વેક્સીનના પહેલા કે બીજા ડોઝ લેવાના બાકો છે તે સત્વરે લેવડાવવા જણાવવામાં આવેલ. સાથે-સાથે હોમગાર્ડ/જી.આર.ડી અને ટી.આર.બી. જેવા પોલીસ સહાયક દળો અને પોલીસ પરિવારના સભ્યોના વેક્સીનેશનની પ્રક્રિયા પણ સત્વરે પૂર્ણ કરવા આયોજન કરવામાં આવેલ છે. જે પોલીસ કર્મચારીઓ સંક્રમિત હોય તેમની યોગ્ય કાળજી લેવા પણ ડી.જી.પી દ્રારા સૂચના આપવામાં આવેલ છે. ખાસ કરીને નિવૃત પોલીસ અધિકારીઓ અને જે સીનીયર સીટીઝન્સની પોલીસ સ્ટેશન ખાતે નોંધણી થયેલ છે તેવા લોકોની પણ સંભાળ લેવા અને તેવા લોકોની ફોનથી ખબર પૂછીને તેમને કોઈ મદદની જરૂર હોય તો તે માટે તાત્કાલીક વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ છે.

પોલીસ દ્વારા થતી કોવીડ અનુસંધાને દાખલ થતાં ગુનાઓ તથા દંડ કરવા અંગેની કામગીરીની રાજ્ય પોલીસ વડા કઠ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી. જેમાં તા.૧૨/૦૪/ર૦ર૨૧થી તા.૧૫/૦૪/૨૦૨૧ સુધીમાં જાહેરનામા ભંગના તથા અન્ય ગુનાઓ મળી કુલ-૯,૨પ૯ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૮;,૩૯૪ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ કુલ-૪૭,૩૮૬ વ્યકિતઓ પાસે દંડ વસુલ કરાયેલ છે. કર્કયુ ભંગ બદલતથા એમ.વી. એક્ટ,કલમ-૨૦૭ની જોગવાઈઓના ભંગ બદલ કુલ-૫,૮૭૨ર વાહનો જ કરાયેલ છે.

(9:11 pm IST)