Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

અમદાવાદમાં કોરોના કેસમાં સતત ઉછાળો આવતા કાલથી કોર્પોરેશનની હદના તમામ આધારકાર્ડ કેન્દ્રો બંધ કરવા આદેશ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના કેસો વધતા પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા આધાર કાર્ડના તમામ સેન્ટર આવતીકાલ 17 એપ્રિલથી અન્ય હુકમના થાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરમાં કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે જેના અનુસંધાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ૬ એપ્રિલના રોજ પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે અનુસાર આવશ્યક કામગીરી સિવાય મુલાકાતીઓ પર પ્રતિબંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ પરિપત્રના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ આધાર કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે.

આ અગાઉ 15 તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી ઓફિસો તેમજ સંસ્થાઓમાં 50 ટકા સ્ટાફ જ બોલાવવા માટેનો પણ પરિપત્ર કર્યો હતો.

(4:53 pm IST)