Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

સુરતમાં કોરોના બેફામ બનતા તમામ શાળા-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ : કાલથી કડક કાર્યવાહી શરૂ

જો કોઇએ માસ્ક નહી પહેર્યો હોય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે

સુરતમાં હાલમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરુ કરી છે. જેમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સીટી બસ સેવા બંધ કરવાનો આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. સુરતમાં કોરોનાની ગઈકાલે 240 કેસો પોઝિટિવ આવાની સાથે કેસોની સંખ્યા 42716 થઇ છે.

સુરત શહેરમાં સૌથી વધુ પોઝિટિવ કેસો અઠવા વિસ્તારમાં 65 નોંધાયા છે, તેવી જ રીતે સુરત જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 11280 થઇ છે. એક તરફ કેસો વધી રહયા છે, ત્યારે બીજી તરફ રસી મુકવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે, ત્યારે સ્કૂલ - કોલેજો સહિતની સંસ્થાઓમાં કોરોનનું સંક્રમણ વધી રહ્યું છે.

સુરતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણના કારણે સુરતમાં તમામ શાળા કોલેજો બંધ કરાવવામાં આવી છે. તમામ શાળા કોલેજોને અને ટ્યુશન ક્લાસીસના સંચાલકોને ઓફલાઇન શિક્ષણ આપવા માટે આદેશ અપાયો છે. ફક્ત પરીક્ષા ગાઇડ લાઇન અનુસાર ઓફલાઇન લેવામાં આવશે. સુરત પોલીસ કમિશ્નર બંછાનિધી પાની દ્વારા સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલથી જ તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

આ ઉપરાંત માસ્ક સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કોઇએ માસ્ક નહી પહેર્યો હોય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં તમામ નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. જો કોઇ પણ પ્રકારની ચુક થાય તો તુરંત જ તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો છે

(12:53 am IST)