Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં સુરત મહાનગરપાલિકા –ધ્રોળ અને વાપી નગરપાલિકાને વિકાસ કામો માટે રૂ.૧૬૫.૨૦ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

આયોજનબદ્ધ શહેરી વિકાસ સુવિધાઓ માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં અત્યાર સુધીમાં રૂ. ૩૧૨૦ કરોડ ફાળવાયા : સુરત મહાનગરમાં સી.સી. રોડ - સ્ટ્રીટ લાઇટ- પાણીની પાઇપલાઇન સહિત ૭૭પ કામો માટે રૂ. ૧૧૫ કરોડ ફાળવાશે:વાપીમાં રૂ. પ૦ કરોડના ખર્ચે રેલવે ક્રોસીંગ ફલાય ઓવર નિર્માણ પામશે

અમદાવાદ :મુખ્યમંત્રીરી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સુરત  મહાનગર અને વાપી તથા ધ્રોળ નગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, રેલવે ફલાય ઓવર તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. ૧૬૫.૨૦ કરોડ મંજૂર કર્યા છે

   મુખ્યમંત્રીએ આ હેતુસર સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૧૪.૬૬ કરોડ ફાળવ્યા છે. સુરત મહાનગરમાં આ રકમમાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અંતર્ગત સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇનના ૭૭પ કામો હાથ ધરાવાના છે
મુખ્યમંત્રીશ્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે.
   મુખ્યમંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં અત્યાર સુધી કુલ રૂ. ૩૧૨૦ કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુરત મહાનગર ઉપરાંત વાપી નગરપાલિકાને જી. આઇ .ડી. સી.  જે ટાઇપ રોડ તથા નામધા રોડને જોડતો રેલવે ક્રોસીંગ ફલાય ઓવર બનાવવા માટે રૂ. પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
  એટલું જ નહિ, ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ. પ૪ લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે.
   મુખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.  

(6:38 pm IST)