Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં ઘનિષ્ટ એક્ટિવ ટીબી કેસ ફાઇન્ડીંગ કરવામાં આવશે

તારીખઃ-૨૨/૦૩/૨૦૨૧ થી ૨૬/૦૩/૨૦૨૧ દરમ્યાન ઘનિષ્ટ એક્ટીવ ટીબી કેસ ફાઇન્ડીંગ કામગીરી માટે વિરમગામ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને તાલીમ અપાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વડાપ્રધાન દ્વારા ભારત દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાહન કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ટીબી રોગને નિર્મૂલન કરવાનું નિયત કરેલ છે. આ હેતુને સિદ્ધ કરવા ટીબીના સંયુક્ત નિયામક ગાંધીનગર ડો.સતિષ મકવાણાએ આપેલ સુચના અનુસાર ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નીર્મૂલનનો લક્ષાંક સિદ્ધ થઇ શકે. વિરમગામ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જીલ્લામાં ટીબી નોટીફીકેશનની કામગીરીમાં વેગ લાવવા સારૂ તારીખઃ-૨૨/૦૩/૨૦૨૧ થી ૨૬/૦૩/૨૦૨૧ દરમ્યાન ઘનિષ્ટ એક્ટીવ ટીબી કેસ ફાઇન્ડીંગ કામગીરી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મેડીકલ ઓફિસર, આયુષ મેડીકલ ઓફિસર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર , મપહેસુ, ફિહેસુ, મપહેવ, ફિહેવ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ , કર્મચારીઓને અમદાવાદ જીલ્લા ક્ષય અધિકારી ડૉ.દિક્ષીત કાપડીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. વિરમગામ તાલુકામાં ઘનિષ્ટ એક્ટીવ ટીબી કેસ ફાઇન્ડીંગ કામગીરી કરવા માટે માઇક્રો પ્લાનીંગ બનાવવામાં આવ્યુ છે અને દરેક ઘરોની મુલાકાત લઇ ગુણવત્તા સભર કામગીરી દ્વારા શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢી ગુણવત્તાસભર ગળફો સ્થળ પર લેવામાં આવશે. જરૂર પડે તો સવારના સમયનો ગળફો પણ લેવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ ટીબીના દર્દીઓના સંપર્કમાં રહેલ વ્યક્તિઓની સંપુર્ણ તપાસ પર ભાર મુકવામાં આવ્યો છે તેમ વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ.

(6:19 pm IST)