Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

સુરતના પાલનપૂર ગામ વિસ્તારમાં ફ્રેન્ડ સાથે વાત કરવા બાબતે કોલેજીયન પર ચપ્પુથી હુમલો કરનાર યુવક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાલનપુર ગામ વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ નજીક ગત રાત્રે તું કેમ મારી ફ્રેન્ડ સાથે વાત કરે છે એમ કહી કોલેજીયન યુવાન પર ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
પાલ ગૌરવ પથ પર આવેલા શ્રીપદ સિઝનમાં રહેતો કોલેજીયન અભિષેક દિપક સોની (.. 24) ગત રાત્રે રાબેતા મુજબ પાલનપુર ગામ વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલ નજીક કાના પાન સેન્ટર પર સિગારેટ પીવા ગયો હતો. તે દરમિયાન એક યુવાન ઘસી આવ્યો હતો અને તું કેમ મારી ફ્રેન્ડ સાથે વાતચીત કરે છે એમ કહી અપશબ્દો ઉચ્ચારી પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી બંને પગની જાંઘ પર એક-એક ઘા મારી ભાગી ગયો હતો. ઘટનાને પગલે લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત અભિષેકને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ દોડી આવી હતી. પોલીસે અભિષેકની પુછપરછના આધારે તે જે યુવતી જોડે વાત કરતો હતો તેની ભાળ મેળવ્યા બાદ યુવતીની પુછપરછ કરી હતી. યુવતીની પુછપરછના આધારે પોલીસે અભિષેકને ચપ્પુના ઘા મારનાર રૂત્વીક ભાઇલાલ પરમાર (રહે. રાધેશ્યામ પાર્ક સોસાયટી, ઉગત કેનાલ રોડ) ની ધરપકડ કરી હતી.

(5:20 pm IST)