Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

વલસાડ પાલિકાનું 2021-22નું 83.09 કરોડના વિકાસના કામોનું અંદાજપત્ર સર્વાનુમતે પસાર

ગત વર્ષ ની સરખામણીમાં આ વર્ષે રૂ.33 કરોડનો ઘટાડો

વલસાડ પાલિકાની સામાન્ય સભામાં વર્ષ 20209-21નું 21.92 કરોડનું ઉપરાંત ખર્ચ અને વર્ષ 2021-22નું 83.09 કરોડ ના વિકાસના કામોનું અંદાજ પત્ર બહાલી માટે શાસકોએ રૂ82.29 કરોડની આવક સામે વર્ષ 2020-21નું 21.92 કરોડના ખર્ચનું પુરાન્ત અને વર્ષ 2021-22નું રૂ.83.09 કરોડના કામો મળી કુલ 104 કરોડના ખર્ચ સાથેનું બજેટ રજૂ કર્યું હતું. જે સર્વાનુમતે પસાર કરાયું હતું.

જોકે, બજેટ માં ગત વર્ષ ની સરખામણીમાં આ વર્ષે રૂ.33 કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. વલસાડ નગર પાલિકાએ વર્ષ 2021-22ના બજેટમાં શહેરી વિસ્તારોમાં રસ્તા, પાણી, ડ્રેનેજ, સહિતના શહેરી વિકાસના બાકી રહેલા કામોને આવરી લેવાનો પ્રયાસ આ બજેટમાં કર્યો છે. વર્ષ 21-22માં શહેરના રસ્તાઓ વધુ સારા બનાવવા માટે 3-4 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

(12:10 pm IST)