Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફુંકાતા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા

વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે: અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેશે

અમદાવાદ : રાજ્યના હવામાનમાં ફેરફાર થયો છેઆગામી દિવસોમાં વલસાડ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત તરફ ફૂંકાતાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ પડવાની શયતા છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે પરિણામે ઠંડી માં ઘટાડો થશે,આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે. જોકે,વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

21 ફેબ્રુઆરી સુધી અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળાં વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શક્યતા છે. વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરાઇ છે

(11:02 am IST)