Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ભાવનગર રેંજ આઇજી નરસીમાં કોમાર સહીત 19 આઈપીએસની બદલી-બઢતી ભાવનગરના નવા રેન્જ આઇજી તરીકે અશોકકુમાર યાદવ મુકાયા

સુરેન્દ્રનગરના નવા એસપી તરીકે બગાડિયા ,રાજકોટના જેલ સુપ્રિ,ધર્મેન્દ્ર શર્મા અમદાવાદ મુકાયા

 

રાજકોટ :ભાવનગર રેન્જ આઇજી નરસીમાં કોમારની બદલી લો એન્ડ ઓર્ડર ગાંધીનગર ખાતે કરવામાં આવી છે તેમના સ્થાને અમદાવાદના એડીશ્નલ પોલીસ કમિશનર સેક્ટર -2 અશોકકુમાર યાદવને ભાવનગર ના રેન્જ  ડીઆઈજી તરીકે મુકતો હુકમ કરવામાં આવ્યો છે અન્ય હુકમો થયા છે  મુજબ ગુજરાત એસટી વિજિલન્સમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ખુર્શીદ અહેમદને અમદાવાદ હેડ ક્વાર્ટર આઈબીના આઇજી આર,જે, સવાણીને પ્રિન્સિપાલ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા બદલવામાં આવ્યા છે જયારે આર,જે સવાણીના સ્થાને સેન્ટ્રલ ડેપ્યુટેશન પરથી પરત ફરેલા વાબાંગ જામીરને મુકવામાં આવ્યા છે

  સુરેન્દ્રનગરના એસપી મનિન્દર પ્રતાપસિંગ પવારને બઢતી આપી ડીઆઈજી સીઆઇડી ક્રાઇમ અમદાવાદ એટીએસના એસપી હિમાંશુ શુક્લને બઢતી આપી એટીએસમાં ચાલુ રાખ્યા છે ગવર્નરના એડીસી તરીકે ફરજ બજાવતા પ્રેમવીરસિંહને બઢતી આપી અમદાવાદ સ્પેશીલ બ્રાન્ચમાં કચ્છ વેસ્ટ ભુજના એસપી એમ,એસ,ભરાડાને એડિશનલ  કમિશ્નર અમદાવાદ સેક્ટર -2 મુકવામાં આવ્યા છે જયારે રાજપોર જેલ સુરતના એસપી કક્ષાના હિતેન્દ્ર ચૌધરીને ડીઆઈજી તરીકે બઢતી આપી આર્મ્સમાં મુકવામાં આવ્યા  છે

 

 સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી ગાંધીનગરને બદલી અમદાવાદ જોન -6માં મુકાયા છે ,મનોજ નિનામાને એસઆરપી ગ્રુપ-8ની બદલી રાજપોર જેલ સુરતમાં કરી છે અમદાવાદના ડીસીપી સૌરભ તોલબીયાને કચ્છ ભુજ એસપી ,નર્મદા એસપી મહેન્દ્ર બગડિયાને સુરેન્દ્રનગર એસપી,અમદાવાદ ઝોન-5ના ડીસીપી હિમકરસિંગણને નર્મદા એસપી,વડોદરાના એસપી ટ્રાફિક યશપાલ જગણિયા ગવર્નરના એડીસી,અમદાવાદના અક્ષયરાજ મકવાણાને ટ્રાફિક ડીસીપી ઝોન-5,રાજકોટના સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ટ્ડ ધર્મરન્દરઃ શર્માને ડીસીપી ઝોન-2 અમદાવાદ,અને અમદાવાદના પના મોમૈયાને સ્થાન ભરીને તેમનું પોસ્ટિંગ બાકી રાખવામાં આવ્યું છે

 

(10:29 pm IST)