Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કાલોલ પાસે છત્રાલ એક્સિસ બેંકમાં બંધૂકની અણીએ 43,88 લાખની લૂંટ : ફાયરિંગમાં એક કર્મચારી ઘાયલ

બેન્ક લૂંટારૃઓએ મહિલાના સોનાના દાગીના પણ લુંટ્યા :પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં નાકાબંધી કરાઈ

કલોલ પાસે આવેલા છત્રાલ નજીક એક્સિસ બેંકમાં લૂંટ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લૂંટારાઓએ બેંકના બંધૂક સાથે ધૂસીને બપોરના એક વાગ્યાની આસપાસ લૂંટ કરી હોવાના અહેવાલ મળ્યા બાદ પોલીસ દોડતી થઇ હતી. બેંક કર્માચારીએ લૂંટની ઘટનાને રોકવાનો પ્રયત્ન કરતા લૂંટારાઓએ તેના પર ફાયરિંગ કરીને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો.

  છત્રાલ પાસે આવેલી એક્સિસ બેંકમાં બનેલી લૂંટમાં બેંકમાં આવેલી એક મહિલાના સોનાન દાગીનાની લૂંટ પણ થઇ છે. બેંક કર્માચારી દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર કુલ 43.88 લાખની લૂંટ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આસપાસના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે.

  પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે, કે અગાઉથી બેંકની હરકત પર રેકી કરવામાં આવી હતી. અને ત્યાર બાદ બેંકમાં લૂંટ ચલાવામાં આવી છે. આ કેસમાં કડી, મહેસાણા, અને ગાંધીનગર પોલીસની પણ મદદ લેવામાં આવશે. પોલીસે તમામં બેંક કર્મચારીએ પૂછપરછ કરી જેમાં જાણવા મળ્યું કે લૂંટરુઓ હિંદી ભાષમાં વાતચીત કરી રહ્યા હતા. 

(9:40 pm IST)