Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જયંતિ ભાનુશાળી હત્યાકેસમાં ATSને મોટી સફળતા :બે શાર્પ શુટરોની ડાંગથી ધરપકડ

અમદાવાદ :ભાજપના ટોચના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં એટીએસને મોટી સફળતા મળી છે જયંતિ ભાનુશાળી હત્યા પ્રકરણમાં સંડોવાયેલા 2 શાર્પ શૂટરની ડાંગથી ધરપકડ કરાઇ છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 જાન્યુઆરીના રોજ કચ્છથી અમદાવાદ આવતા સમયે જયંતિ ભાનુશાળીની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઇ હતી. જે બાદ છબીલ પટેલનું નામ ચર્ચામાં આવ્યુ હતું. અને મહારાષ્ટ્રના કેટલાક શાર્પ શૂટરની સંડોવણી સામે આવી હતી. જે બાદ હવે 2 શાર્પ શૂટરની ડાંગથી ધરપકડ કરાઇ છે.

(9:09 pm IST)