Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વટવામાં : નજીવી બાબતે એક મિત્રએ બીજાને ધા ઝીંકી દીધા

ધાયલ મિત્ર સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ : બનાવને પગલે સમગ્ર વિસ્‍તારમાં ચકચાર : વટવા પોલીસે હુમલો કરનાર યુવકની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ,તા. ૧૬ : શહેરમાં વટવા વિસ્‍તારમાં આવેલા પુનિતનગર બસ સ્‍ટેન્‍ડ પાસે ગઇકાલે રાતે એક યુવક ઉપર સામાન્‍ય બાબતે તેના મિત્રએ ચપ્‍પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્‍તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મજાક-મસ્‍તી કરવાની બાબતમાં વાત વણસી અને એક તબક્કે ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરતાં ઉશ્‍કેરાયેલા એક મિત્રએ આવેશમાં આવી જઇ પોતાના જ મિત્રને ચપ્‍પાના ધા ઝીંકી દીધા હતા. જેને પગલે ધાયલ મિત્રને નજીકની હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. બીજીબાજુ, વટવા પોલીસે હુમલો કરનાર મિત્ર વિરૂધ્‍ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્‍તારમાં આવેલા સાંઈનાથ એપાર્ટમેન્‍ટમાં રહેતા કનૈયા ઠાકોરે વટવા પોલીસ સ્‍ટેશનમાં તેના મિત્ર સામે હત્‍યાના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કનૈયા અને તેનો મિત્ર રાજ ગઇકાલે બપોરે રિક્ષામાં જતા હતા ત્‍યારે હાથીજણ પાસે મસ્‍તી મસ્‍તીમાં બોલાચાલી અને ઝધડો થયો હતો, જેની અદાવત રાખીને ગઈકાલે રાતે આઠ વાગ્‍યાના સમયે કનૈયા પુનિતનગર પાસે ઊભો હતો ત્‍યારે રાજ તેની પાસે ગયો હતો અને બપોરે કેમ ઝધડો કરતો હતો તેમ કહીને બિભસ્‍ત ગાળો બોલી બબાલ શરૂ કરી હતી. કનૈયાએ ગાળો બોલવાની ના કહેતાં રાજ તેની પર ઉશ્‍કેરાયો હતો અને એકાએક હુમલો કરી દીધો હતો. રાજે કનૈયાને પેટમાં અને હાથના ભાગે ચપ્‍પાના ધા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્‍ત કનૈયાને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. ધટનાની જાણ વટવા પોલીસને થતાં તેઓ તાત્‍કાલિક ધટના સ્‍થળ પર પહોંચી ગયા હતા અને હુમલો કરનાર મિત્ર રાજ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવને લઇ સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઇ હતી. 

 

(8:47 pm IST)