Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આણંદ: જીટોડીયા રોડ પર મધરાત્રે તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા વિદ્યાર્થીએ ભાંડો ફોડ્યો

આણંદ: શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં ફરી એકવાર ચોરી કરવાના ઈરાદે ત્રાટકેલા તસ્કરોને એક વિદ્યાર્થીના કારણે ભાગવું પડ્યું હતુ. જો કે તસ્કરોએ પથ્થરમારો કરીને સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતુ

અંગેની મળતી વિગતો અનુસાર ગઈકાલે મધ્યરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે જીટોડીયા રોડ ઉપર લક્ષ ટાઉનશીપમાં પ્રવેશવાના માર્ગ ઉપર આવેલા કોમ્પલેક્ષની નજીકના એક પાર્ટી પ્લોટ તરફથી ચારેક જેટલા તસ્કરો આવ્યા હતા. દરમ્યાન કોમ્પલેક્ષમાં રહેતો એક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા હોય અભ્યાસ કરી રહ્યો હતો. ચહલ-પહલ સાંભળીને તે બારી પાસે આવ્યો હતો અને બારી ખોલીને જોતાં તેની સામે ચાર ચોરો જોવા મળ્યા હતા જેથી તેણે બુમાબુમ ચાલુ કરી દેતાં ઘરના સભ્યો તથા પડોશીઓ જાગી ગયા હતા અને ચોરોનો પીછો કર્યો હતો જો કે ચોરોએ પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેના કારણે રહીશો અટકી જવા પામ્યા હતા. દરમ્યાન ચારેય શખ્સો નજીકના પાર્ટીપ્લોટવાળા ખેતરોમાં થઈને ફરાર થઈ ગયા હતા

(5:48 pm IST)