Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આણંદના ખંભાત શહેરમાં અગમ્ય કારણોસર યુવતી અચાનક ગૂમ થઇ જતા તપાસ શરૂ

આણંદ:જિલ્લાના ખંભાત શહેરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા પરિવારની સુશિક્ષિત યુવતી ગઈકાલે એકાએક ગુમ થઈ જતાં સ્વજનો તથા સોસાયટીના રહીશોમાં અનેકવિધ તર્ક-વિતર્ક સાથે ચકચાર મચી ગઈ છે.

દરમ્યાન બાવીસ વર્ષીય યુવાન પુત્રીના રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જવાની ઘટનાથી ચિંતિત બનેલી માતાએ ખંભાત પોલીસ મથકમાં જાહેરાત કરતાં પોલીસે ગુમ થનાર વ્યક્તિની જાણવાજોગ નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સમક્ષ યુવતીની માતાએ નોંધાવેલ ફરિયાદમાં એવી રજુઆત કરી છે કે, તેમની પુત્રીએ કોમ્પ્યુટરમાં ડીગ્રીની ઉપાધિ પ્રાપ્ત કરી છે ત્યારબાદ તે આઈ.ટી.આઈ. શિક્ષણ સંસ્થામાં કોમ્પ્યુટર વિષયમાં શિક્ષિકા તરીકે ફરજ  બજાવે છે

 

 

 

 

(5:48 pm IST)