Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઓલપાડના સાયણમાં સ્ટેટ મોનીટરીંગ સેલે 9 લાખનો દારૂ ઝડપ્યો: પીઆઇ-પીએસઆઇએ ફરજ મોકૂફ કરી દેતા સસ્પેન્ડ કરાયા

ઓલપાડ: શહેરના સાયણ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે લીસ્ટેડ બુટલેગરને રૂ. .૦૩ લાખના વિદેશી દારૂ કાર્ટીંગ કરતા રંગેહાથ ઝડપી પાડતા રાજ્ય પોલીસ વડાએ ૧૪ દિવસથી ઓલપાડ પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ અને સાયણ ચોકીના પીએસઆઈ ફરજ મોકુફ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ પણ આજ બુટલેગરના દારૂમાં દિવાળી સમયે પીઆઈ અને જમાદાર ફરજ મોકૂફ થયા હતા.

ગત મંગળવારે રાત્રીના સમયે રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયણ ગામે પડતર જમીનમાં વિદેશી દારૂનો જથ્થો ખાલી કરી પાંચ ગાડીમાં કાર્ટીંગ કરવા સમયે સાયણ ગામના લીસ્ટેડ બુટલેગર વિજય બાબુ પટેલ ઉર્ફે વિજય ફૂટ (રહે-ઓમનગર, ગોથાણ રોડ, સુરત) ને તેના સાગરીત સુનિલ ઉર્ફે કાંચો બળવંત પટેલ (રહે-સાયણ) સાથે રંગે હાથ ઝડપી પાડયા હતા. પાંચ ગાડી અને રૂ. ,૦૩,૬૮૦ ના વિદેશી દારૂની ૬૩૬૪ બોટલ સાથે કુલ રૂ. ૩૯.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

 

(5:47 pm IST)