Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

વડોદરા: માનવીએ નિર્દયા દાખવીને શ્વાનને દંડા વડે માર મારતા જીવદયા કાર્યકરે ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરમાં ઇન્સ્ટાગ્રામ પર શેરી કૂતરાને નિર્દયી રીતે માર મારતો વિડીયો વાયરલ થયો હતો. જેના આધારે આરોપીને શોધી કાઢી જીવદયા કાર્યકરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

અંગેની વિગત એવી છે કે, વાડી શાસ્ત્રીબાગ પાસે વિષ્ણુપ્રસાદ  સોસાયટીમાં રહેતા મયંક અશ્વિનભાઇ સાળુંકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સ્વૈચ્છિક રીતે જીવદયાની કામગીરી પણ કરે છે. બે દિવસ પૂર્વે સોશિયલ મિડીયામાં ઇન્સ્ટાગ્રામ ગૃપ પર વડોદરા લવર પેજ પર એડમિને શેરી કૂતરાને અજાણ્યા વ્યક્તિ દ્વારા નિર્દયી રીતે માર માર્યો હોવાનો વિડીયો અપલોડ કર્યો હતો. જેથી બનાવની તપાસ કરતા આજવા રોડ ચામુંડાનગર-૧માં બન્યો હતો અને શાકભાજીની લારી ચલાવતા અને સોસાયટીમાં રહેતો  'કબો' નામનો યુવકે કુતરાને ડંડાથી માર માર્યો હતો. જેના કારણે કુતરાનો પગ પણ તુટી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસ મથકમાં મયંક સાળુંકેએ ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

(5:46 pm IST)