Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદમાં જવેલર્સના તાળા તોડી ગઠિયાએ 25.63 લાખના દાગીનાની ચોરી કરી

અમદાવાદ: શહેરમાં પોલીસ પેટ્રોલીંગના દાવા વચ્ચે ચોરીના બનાવો વધી રહ્યા છે. ગાંધીરોડ ઉપર સોનીની દુકાનના તાળા તોડીને તસ્તરો રૃા. ૨૫.૬૩ લાખના દાગીના ચોરી ગયા હતા. બનાવ અંગે કાલુપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં ગુલબાઇ ટેકરા પાસે રહેતા અને ગાંધીરોડ પર નગીના પોળમાં રવિ અને સોની નામની દુકાન ધરાવતા રવિ નરેન્દ્રભાઇ સોનીએ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી કે તેમની દુકાનના તાળાં તોડીને અજાણ્યા શખ્સો લાકડાના ડ્રોઅરમાંથી સોનાના તાર, બે સોનાના સેટ, મણકા પતરુ સહિત કુલ .૧૧,૬૭૦ ગ્રામના સોનાનું મટીરિયલ્સ રૃા. ૨૫,૬૩,૪૭૭ની કિંમતની મત્તાની ચોરી કરી હતી.

 

 

(5:46 pm IST)